________________
-
-
-
-
જ ધર્મથી ધન મળે છે ! ધર્મથી ભોગસુખ મળે છે! ધર્મથી સ્વર્ગ મળે છે અને ધર્મથી મોક્ષ મળે છે. ધર્મના અચિત્ય પ્રભાવ છે. પરંતુ તમે ધર્મ પાસે ભૂલેચૂકે પણ સંસારનાં સુખ ન માગના !
જે ન મળે તેમાંથી થોડે ભાગ શુભમાં ખર્ચ એક વૃધ પુરુષ વિલીયમ કેલગેટને શીખ આપે છે. કેલિગેટ એ શીખ માથે ચઢાવે છે..ને એ દુનિયાને એક ઉદાર દાનવીર ધનકુબેર બને છે.
જ માત્ર ખીરના દાનથી એ ગોવાળપુત્ર શાલિભદ્ર નહેતો બન્ય, એ સુપાત્રદાન હતું પ્રેમનું! સાધુપ્રમે એને શાલિભદ્ર બનાવ્યો.
જ ધર્મને માત્ર અર્થ-કામનું સાધન ન બનાવો. આત્મકલ્યાણ ને જ જીવનનું ધ્યેય રાખે અને તે માટે ધર્મપુરુષાર્થ કરે.
પ્રવચન
પરમ કરુણવંત આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબિ ગ્રન્થને પ્રારંભ પરમાત્માને પ્રણામ કરીને કર્યો છે. પરમાત્માને પ્રણામ એ ભાવમંગલ છે. ભાવમંગલમાં અમાપ સ્પીરીચ્યુંઅલ એનર્જી આધ્યાત્મિક શકિત છે કે ભાવમંગલ કરનાર માણસના તમામ ઉપદ્રવ, સઘળાં દુઃખ આમૂલ નષ્ટ થઈ જાય છે. તમામ ઉપાધિઓ અને અવધે આપોઆપ દૂર થઈ જાય છે. આ કેવી રીતે બને છે તે ન પૂછશે ! આધ્યાત્મિક શકિતને પ્રભાવ
આધ્યાત્મિક શકિતને આપણે ઓળખતા જ નથી. આત્મશકિત આગળ એટમિક એનર્જી-આણુશકિત તે કંઈ જ વિસાતમાં નથી.