________________
૨૩૪
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના નહિ જ સ્વીકારૂં. તેમની મલિન અને પાપી વાસનને તાબે તે નહિ જ થાઉં. પરંતુ રાજા પાસે સત્તા છે. સત્તા આગળ અપહરણ બળાત્કાર....આ બધું વિચારતાં મદરેબા ગૂંગળાઈ ગઈ. ગભરાઈ પણ ગઈ. આ ગૂંગળામણને ગભરામણમાં તેણે વિચાર્યું કે યુગબાહુને તે આ વાત કહી જ દઉં. તેમને હું આજે જ સાવધ કરી દઉ. પરંતુ આ વાત કહેવાની પ્રતિક્રિયાને વિચાર આવતા જ તે અટકી ગઈ.
તે વિચારવા લાગી : યુગબહને આ વાત કહીશ તે નકકી તેમને પોતાના મોટાભાઈ માટે ધૃણા અને તિરસ્કાર થશે. સંભવ છે અને ભાઈ વચ્ચે ખૂનખાર યુદ્ધ પણ થાય. નહિ...નહિમારા નિમિત્તે રાજપરિવારમાં લેહી રેડાય, ભાઈ-ભાઈ ઝઘડે, કેદનું મૃત્યુ થાય. તે મારાથી સહન નહિ થાય. હું વિનાશ નથી ચાહતી મદન રેખાની આ જ્ઞાનદષ્ટિ સૂચવે છે. જે કામ સમજાવવાથી સરળતાથી પતી જતું હિય એ કામને ગૂંચવવું નહિ જોઈએ. એ કામને ઝઘડામાં નહિ પાડવું જોઈએ. મદનરેખા વિચારે છેઃ “મારે વળતે જવાબ સાંભળી સંભવ છે કે રાજા શાંત થઈ જાય. મારી અનિચ્છા જ કદાચ તે હવે આગળ નહિ વધે. એ પણ સંભવ છે કે હવે તે પોતાનું મેં પણ મને ન બતાવી શકે ! તે આમજ મામલે ટાઢે પડી જાય તે બે ભાઈ વચ્ચે પ્રેમ પણ અખંડ જળવાઈ રહેશે.
રાજાનો દુષ્ટ ઇરાદે જાણવા છતાય મણિરથ પ્રત્યે મદનરેખાના મનમા વૈરભાવ નથી જાગત. સ્વયં તે મહાસતી છે. સદાચારની તે પક્ષપાતી છે. તેના મનમાં કયારેય દુરાચાર અને વ્યભિચારને વિચાર નથી સળવળે. રાજા પ્રત્યે તેને અભિગમ કે ઉત્તમ છે! “આવું અનુચિત કરવાથી તમારું અહિત થશે. દુખસાગરમાં તમે ડૂબી જશે. રાજા મરીને દુર્ગતિમાં ન જાય તેની ચિંતા મદનરેખા કરે છે. તેના હૈયે મૈત્રી ભાવના–પરહિત ચિંતા ન હતા તે તે ઘડીના ય વિલંબ વિના પિતાના પતિને જઈને કહેતા કે “જુઓ! તમારા મોટાભાઈના લખણુ ! દાસી સાથે મને કહેવડાવ્યું છે કે તે મને તેમની પત્ની