________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
દુઃખનું કારણ અજ્ઞાન
જ્ઞાન પ્રત્યે કેટલે બધે પ્રેમ! ધર્મગ્રન્થો માટે કેવી અદુભૂત શ્રદ્ધા! કારણ કે તેમણે ધર્મગ્રન્થને અભ્યાસ કર્યો હતે. જ્ઞાનામૃતને તેમણે આસ્વાદ કર્યો હતે. તમે કદી જ્ઞાનામૃત ચાખ્યું છે ખરું?
ઘેર અજ્ઞાન અને અધર્મના લીધે માણસ આત્માને ભૂલી ગયે છે, મહાત્માઓને પણ ભૂલી ગયેલ છે. પરમાત્મા તે તેને યાદ જ નથી આવતા ! દિન પ્રતિદિન દુઃખ-ત્રાસ અને વિટંબણાઓની જાળમાં માણસ ફસાતે જ જાય છે. આવા માણસને જોઈને કરુણાવંત મહાપુરૂષનું હૃદય વધુ કરૂણા બની જાય છે અને તેમને દુઃખમાંથી મુક્ત કરવા તે જ્ઞાનને પ્રકાશ આપે છે. આથી જ આચાર્યદેવે “ધર્મ બિન્દુ ગ્રન્થની રચના કરી. નિર્મળબુદ્ધિ અનિવાર્ય
ધર્મ તત્વને સમજવું યથાર્થ સ્વરૂપમાં સમજવું સરળ નથી. એના માટે બુદ્ધિ સક્ષમ અને નિર્મળ જોઈએ અર્થાત્ બુદ્ધિ કઈ દુરાગ્રહથી બંધાયેલી ન હોવી જોઈએ. શાંત ચિત્તે, સૂક્ષમતામાં ઊંડા ઊતરીને ધર્મતત્વનું ચિંતન કરવું જોઈએ. બુદ્ધિની આવી સૂક્ષમતા છે ને ? બુદ્ધ તમારી નિર્મળ છે ને ? જે ધર્મને સમજ હોય અને સાચી ધર્મારાધના કરવી હોય તે આવી બુદ્ધિ અનિવાર્ય છે.
જે ધર્મગ્રન્થની રચના ઋષિ-મુનિ કે આચાર્ય કરે છે, જેમને સંસારના કોઈ ભૌતિક સુખેનું આકર્ષણ કે મમત્વ નથી, તેમનું લક્ષ જેમ જેના પ્રત્યે ઉપકારનું-આત્મિક ઉપકારનું હોય છે તેમ પિતાના પ્રત્યે પણ ખાસ કચેચ હોય છે. એક ધ્યેય હોય છે તરવચિંતન, શાસ્ત્રની અનુપ્રેક્ષા. બીજુ દયેય હોય છે કર્મનિર્જરા. અર્થાત્ આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનું. શાસ્ત્ર-સ્વાધ્યાયથી, તત્વચિંતનથી વિપુલ કર્મનિર્જરા થાય છે