________________
૨૨૦ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના,
મહામંત્રીએ વિનયથી ના પાડી તે રાજાએ પિતાને પટ્ટ અશ્વ મંગાવ્યું અને તેના પર મહામંત્રીને પ્રેમ અને આદરથી બેસાડયા. રાજસેવકને મહામંત્રીજી પર છત્ર ધારણ કરવાનું અને ચામર વીંઝવા પણ આજ્ઞા કરી. આમ ઘણા જ ઠાઠમાઠથી રાજા અને મહામંત્રી નગરમાંથી પસાર થઈ રાજમહેલમાં આવ્યા રાજાએ અહીં રાજ મહેલમાં, મહામંત્રીના સદાચારની ખૂબ જ પ્રશંસા કરીને એક લાખ સોનામહોર ભેટ આપી.
જીવન પરિવર્તનશીલ છે. તેમાં બધું જ પરિવર્તનશીલ છે. માણસના વિચાર કેટલા બધા પરિવર્તનશીલ છે? રાજાના વિચારમાં કેવું પરિવર્તન આવી ગયું ! મહામંત્રીના પાપકર્મોને ઉદય સમાપ્ત થયે અને અનુકૂળ સંજોગ ઊભા થયા. રાણી લીલાવતીને પાદિય અસ્ત થયે અને બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાજા પિતાના મહેલમાં ગયે તે તેને રાણી લીલાવતીના વિચાર આવ્યા “એહ! રાણું લીલાવતીને મેં કે ઘર અન્યાય કર્યો ? એ તે તદ્દન નિર્દોષ હતી. પણુ આવેશમાં મેં કઈ જ તપાસ ન કરી કે, તેણે મહામંત્રીનું વસ્ત્ર શા માટે આવ્યું હતુંમેં તેના ચરિત્રમાં શંકા કરી. મહામંત્રી જેવા પવિત્ર મહાપુરૂષ વિષે પણ મેં વિચાર્યું. ન માનવાનું માન્યું, તેમના ચરિત્ર વિશે પણ કુશંકા કરી. આહ! મેં કેટલું બધું અનુચિત કર્યું ? હવે લીલાવતી કયાં હશે? શું થયું હશે તેનું ?' રાણીના વિચારથી રાજાનું હૈયું ભરાઈ આવ્યું. તેને કરેલા અન્યાયથી તેનું હૈયુ પસ્તાઈ રહ્યું. બીજાને દુખી કરનાર સુખી ન થાય?
અને રાજાને આ સાથે જ કદંબા રાણીની પણ યાદ આવી. રાજાને સમજાઈ ગયું કે એ ષડયંત્ર કદંબાનું હતું. તેના હૈયામાંથી કદંબાં હવે નીકળી ગઈ. કઈબા હવે, લીલાવતી માટે ખેડેલા ખાડામાં પિતે જ ગબડી પડી. યાદ રાખજે, બીજા માટે ખાડે છેદનાર ખૂદ
તે જ તે ખાડામાં પડે છે. કદંબા લીલાવતીને રાજાના હૈયામાંથી