________________
૨૧૨ ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
એ જૈન યુવાન તે આ અજૈન મંવિદની વાત સાંભળી આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયે. નવકાર મંત્ર તેને આવડતું હતું. રે જ તેની માળા પણ ગણ હતું. પરંતુ નવકારના પ્રભાવની તેને ખબર ન હતી. એક અજૈન મંત્રવિદ પાસેથી તેને મહિમા જાણીને તેને નવકાર મંત્ર પર શ્રદ્ધા થઈ. અને તેણે એ અજૈને બતાવેલી શુદ્ધ વિધિ પ્રમાણે જાપ શરૂ કર્યું. શ્રી નવકારના પ્રભાવથી થોડા જ દિવસોમાં તે તદન સાજો થઈ ગયે.
તમે લેકે યંત્રશક્તિને જેટલી જાણે છે તેટલી મંત્રશકિતને જાણતા નથી. મંત્રની તાકાતને તમને કઈ ખાસ પરિચય જ નથી, આથી ખૂદ તમારી પાસે જ અનંત શક્તિને ભંડાર હોવા છતાંય બીજા બીજા સ્થળોએ ભટક્તા ફરે છે. બાબા-ફકિરેને ત્યાં જાઓ છો અને દેરા-ધાગા કરી છે. હકીમાએ આપેલા તાવીજે બાંધે છે! શ્રદ્ધા હમેશાં આંધળી જ હોય!
આ મહામંત્રના ૬૮ અક્ષર છે અને તેના એક એક અક્ષરમાં દિવ્ય શકિતને ભંડાર છે. તેના દરેક અક્ષરમાં નરકની વેદનાઓને પણ શાંત કરવાની તાકાત છે. તે પછી તેનાથી મામુલી દુખ અને દર્દ દૂર થાય એમાં કઈ જ શંકા નથી. આ માટે જોઈએ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ.
શ્રદ્ધાથી અને વિશ્વાસથી માણસ નિર્ભય બને છે. શંકા અને અવિશ્વાસથી માણસ ભયભીત અને વિચલિત બને છે, અગમ અને અગોચર તરાની આરાધનામાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા અનિવાર્ય છે. એ તાના અસ્તિત્વમાં શંકા જાગી, એ તના પ્રભાવ વિષે સંશય થયે, તે સમજે કે ગયા કામથી !
પ્રશ્ન : પણ અંધ શ્રદ્ધા તે ન હોવી જોઈએ ને?