________________
૨૦:
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
રૂપાતીત અવસ્થાનું ચિંતન કરવાની આ રૂપરેખા છે. આ પ્રમાણે અવસ્થાનું ચિંતન કરવાની વિધિ છે. તમે લેકેએ આ અગત્યપૂર્ણ વિધિને અનાદર કરી દીધું છે ને? પણ હવે તે આદર કરો ને ! પરમાત્મ-પૂજાનું અનુષ્ઠાન “યાદિત બનાવવા માટે સંપૂર્ણ વિધિનું જ્ઞાન હોવું જોઈએ અને એ જ્ઞાનને અનુરૂપ ક્રિયા કરવી જોઈએ.
આજ સમય કંઈક વધુ થઈ ગયે! તે વહી ગયે પરમાત્મચિંતનમાં પેલે પ્રસંગ પેથડશાને આરે રહી ગયે. રાણી લીલાવતી મહામંત્રીને લઈને આવે છે પિતાની હવેલીમાં અને તેને ગુપ્ત નિવાસમાં રાખે છે. ત્યાં લીલાવતી શું સાહસ કરે છે અને મહામંત્રીની પત્ની તેને કેવી રીતે બચાવે છે વગેરે રસપૂર્ણ વાતે કાલે કહીશ. પરમાત્મ-તત્વ સાથે રાણી લલાવતી કે આંતર-સબ ધ સ્થાપે છે તે પણ કહીરા. સ્મરણ, દર્શન, સ્તવન અને સ્પર્શન આ ચાર ભૂમિકાઓમાંથી પસાર થઈને માણસ પરમાત્મા તત્વને અનુભવ કરી શકે છે. આજે આટલું જ