________________
પ્રવચન-૬
* ૧૦e જેતા હતા. છ છ મહિના સુધી લમણુજીના મૃત દેહને લઈને શ્રી રામ અધ્યામાં ઘૂમ્યા હતા ! બળદેવના મૃતદેહને ખભે લઈ શ્રી કૃષ્ણ છ મહિના સુધી દ્વારિકામાં ફર્યા હતા! શું હતું ? શ્રી રામને લક્ષમણ પરનો પ્રગાઢ પ્રેમ 1 શ્રી કૃષ્ણને બળદેવ ઉપરને દિવ્ય પ્રેમ! જડમાં પણ ચેતન જીવે છે. પ્રેમથી શૂન્ય હૈયું ચેતનમાં પણ જડનું દર્શન કરે છે !
પાષાણમાં પરમાત્માનું દર્શન કરનાર પરમાત્મપ્રેમી જ જીવ માત્રમાં સચ્ચિદાનંદ આત્માનું દર્શન કરી શકે છે, જે પાષાણે પરમાભાને આકાર ધારણ કર્યો, પરમાત્મપ્રેમી માટે તે પાષાણ દર્શનીય, પૂજનીય, આરાધ્ય અને શ્રધેય બની જાય છે. એ માણસ એ પ્રતિમાના માધ્યમથી પરમાત્માની પાસે પહોંચી જાય છે. પરમાત્મભાવમાં તે તણાતે જાય છે. હર્ષાશ્રુથી તેની આંખ છલકાઈ જાય છે. ગળું ગદ્ગદ્ બની જાય છે તેનું રેમે રમ પુલકિત બની જાય છે. તેમા ભાવલેકમાં પરમાત્મા સાક્ષાત-જીવંત બની રહે છે.
પરમાત્માના પ્રેમી બની જાઓ, પછી તેમાં કોઈ જ તકકુતર્ક પેદા નહિ થાય. પ્રેમની પરિભાષા નહિ સમજનાર લેકે, પ્રેમામૃતની અનુભૂતિ નહિ કરનાર લેકે મિથ્થા તર્કની જાળમાં ફસાઈ જાય છે. તમારા હૈયે પરમાત્મ-પ્રેમ હશે તે સવારમાં તમે પરમાત્માનું દર્શન કરશો જ. તમે જાણે છે મહામનિષી શાસ્ત્રકારોએ પરમાત્મ દર્શનને સમય સવારને જ બતાવ્યું છે. અને પ્રીતિ અનુષ્ઠાનમાં પ્રધાનતા ભાવ”ની જ હોય છે “કાલની અગત્યતા ગૌણ હોય છે. પ્રેમ અને ભક્તિ આવ્યા એટલે “દ્રવ્ય” અને “કાલ’ આવી જ જાય. પરમાત્મપ્રેમીને જ્યારે પણ “ચાન્સ મળશે ત્યારે પરમાત્માના દર્શન માટે તે મંદિરે દેડી જ જવાને! પછી સમય બપારને હોય કે સાંજને. કદાચ કઈ દિવસ તે મંદિર નહિ જઈ શકે તે તેને આત્મા તે દિવસે સતત રડતે રહેવાને. પરમાત્મ દર્શન માટે તે તરસતે અને તરફડતે રહેવાને.