________________
પ્રવચન-૫
ધર્મ ઝેર ઉતારનાર પરમામંત્રઃ
જેમ આ ધર્મ ગ્રંથમાં પ્રભાવ બતાવ્યો છે, તેમ બીજા ધર્મ ગ્રામાં પણ ધર્મને પ્રભાવ બીજી દષ્ટિએ બતાવ્યા છે. પંચસૂત્ર ગ્રન્થમાં ધર્મના પ્રભાવનું વર્ણન કરતાં આચાર્યદેવે બતાવ્યું છે કે :
ધર્મ દેવ અને દાનથી પણ પૂજિત છે. દેવ અને દાનવ પણ ધર્મનો આદર કરે છે.
ધર્મ મેહધકાર હટાવનાર સૂર્ય છે ! ધર્મસૂયને જીવનગગનમાં ઉદય થતાં જ મેહઅંધકાર દૂર થઈ જાય છે !
રાગ અને દ્વેષના ઝેર ઉતારનાર તે પરમ મંત્ર છે 1 ધર્મને રાગ-દ્વેષના ઝેર ઉતારનાર પરમ મંત્ર કહ્યો છે !
ધર્મ તમામ પ્રકારના કલ્યાણનું કારણ છે. કેઈપણ કાર્ય કારણ વિના નથી થતું. આપણે જે કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તે ધર્મનું આલંબન લેવું પડશે. ધર્મથી કલ્યાણ-પ્રાપ્તિ અવશ્ય થાય છે.
ધર્મ અનંત-અપાર કર્મ-વનને બાળી નાંખે છે !
ધર્મ સિદ્ધિગતિમાક્ષને આપે છે. કેટલે અદ્દભૂત પ્રભાવ અતાગે છે મને? જ્ઞાની પુરુષોએ ધમનું કેટલું વાસ્તવિક પ્રતિપાદન કર્યું છે?
પરંતુ આ બધું કયા ધર્મથી થઈ શકે છે? એ ધર્મનું સ્વરૂપ શું છે ? દુનિયામાં અનેક પ્રકારના ધર્મ છે. શું એ બધા જ ધર્મો આ બધા પ્રભાવને પેદા કરી શકે ? તમારા મનમાં જે આવ્યો તે ધર્મ કરવાથી શું આ બધા પ્રભાવને અનુભવ થઈ શકે ? આ બધી બાબતેને આપણે ખૂબ ધ્યાનથી વિચારવી પડશે. ગ્રન્થકાર મહર્ષિ આથી જ ધર્મનું સ્વરૂપ સમજાવશે. ધર્મને પ્રભાવ બતાવ્યા બાદ, જીવ જ્યારે ધમભમુખ બને છે, ધર્મ પુરુષાર્થ કરવા તત્પર બને છે ત્યારે ધર્મનું સ્વરૂપે સમજવું આવશ્યક બને છે. હવે આપણે ધમનું સ્વરૂપ વિચારીશું. આજે આટલું જ !