________________
વાચક ઉમાસ્વાતિએ નવ તત્વની મીમાંસામાં શેયપ્રધાન અને ચારિત્રપ્રધાન બને દર્શનનો સમન્વય જોયો છતાં તેમને તેમાં પિતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ; એથી એમણે પિતાના ગ્રંથને પિતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણવવાની પિતાનાં જ સામાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ કહેવું જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પિતાનાં સૂત્રના વિષય તરીકે જ્ઞાન, ય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દષ્ટિ અનુસાર લીધેલી છે.
વિષયને વિભાગઃ પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પિતાની દશાધ્યાયમાં આ પ્રમાણે વહેચી નાખે છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અબ્બામાંયની, અને છઠ્ઠાથી દશમા સુધીના પાંચ અધ્યાયમાં ચારિત્રની મીમાંસા કરી છે. ઉક્ત ત્રણે મીમાંસાના અનુક્રમે મુખ્ય મુદ્દાઓ આપી, તે દરેકની બીજા દર્શન સાથે ટૂંકમાં સરખામણું અહી કરવામાં આવે છે.
જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતેઃ પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબતે આઠ છે: ૧. નય અને પ્રમાણરૂપે જ્ઞાનને વિભાગ, ૨. મતિ આદિ આગમપ્રસિદ્ધ પાંચ જ્ઞાને અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેચણ, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધને, તેમને ભેદપ્રભેદ અને તેમની ઉત્પત્તિને કમ સૂચવતા પ્રકાર, ૪. જૈનપરપરામાં પ્રમાણ મનાતા આગમશાસ્ત્રનું શ્રતજ્ઞાનરૂપે વર્ણન,