________________
અધ્યાય ૧૦ - સૂત્ર રીતે સુકર થાય છે, તે સમજાવવા તુંબડાને અને એરંડબીજને દાઓ આપવામાં આવે છે. અનેક લેપવાળું તુંબડું પાણીમાં નીચે પડયું રહે છે, પણ લે ખસી જતાં જ તે સ્વભાવથી જ પાણી ઉપર તરી આવે છે; કાશ (જીડવા) માં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડી બહાર નીકળે છે, તેમ કર્મ બંધન દૂર થતા જ જીવ ઊર્ધ્વગામી બને છે. [૬]
હવે બાર બાબતે વડે સિહની વિશેપ વિચારશું કરે છે ?
क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रप्रत्येकबुद्धबोधित. ज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वतः साध्या: ७।
ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર,પ્રત્યેકબુદ્ધબધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા અને અલ્પબહત્વ એ બાર બાબતે વડે સિદ્ધ છ ચિંતવવા
સિદ્ધ જીનું સ્વરૂપ વિશેષપણે જાણવા માટે અહીં બાર બાબતોને નિર્દેશ કર્યો છે એ દરેક બાબત પરત્વે સિદ્ધનું સ્વરૂપ વિચારવાનું છે. જો કે સિદ્ધ થયેલ સમગ્ર છમાં ગતિ લિગ આદિ સાસારિક ભાવો ન હોવાથી કોઈ ખાસ પ્રકારને ભેદ નથી જ છે, છતાં ભૂતકાળની દષ્ટિએ તેઓમા પણ ભેદ કલ્પી અને વિચારી શકાય. અહીં ક્ષેત્ર આદિ જે બાર બાબતેને લઈ વિચારણા કરવાની છે, તે દરેક બાબતમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દષ્ટિ લાગુ પાડીને જ વિચારણા કરવી તે નીચે પ્રમાણે
ક્ષેત્ર (સ્થાન– જગ્યા): વર્તમાન ભાવની દષ્ટિએ બધાને સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધક્ષેત્ર અર્થાત આત્મપ્રદેશ અગર આકાશપ્રદેશ છે. ભૂતભાવની દષ્ટિએ એમનુ સિદ્ધ થવાનું