________________
૩૮૫
અચાય ૯ યુગ ૪૮ નિર્મથ શબ્દને તાત્વિક – નિશ્ચયનયસિદ્ધ અર્થ જુદો છે. અને વ્યાવહારિક-સાંપ્રદાયિક અર્થ જુદે છે. આ બન્ને અર્થના એકીકરણને જ અહી નિગ્રંથ સામાન્ય માની, તેના જ પાંચ વર્ગો પાડી, પાચ ભેદો દર્શાવવામાં આવ્યા છે. જેમાં રાગ
ગાંઠ બિલકુલ ન જ હેય, તે નિગ્રંથ શબ્દને તાત્વિક અર્થ છે; અને જે અપૂર્ણ હોવા છતાં ઉક્ત તાત્વિક નિગ્રંથપણને ઉમેદવાર હોય, અર્થાત ભવિષ્યમાં એવી સ્થિતિ મેળવવા ઈચ્છતા હોય, તે વ્યાવહારિક નિગ્રંથ. પાંચ ભેમાંથી પ્રથમના ત્રણ વ્યાવહારિક અને પછીના બે તાત્વિક છે. એ પાંચ ભેદનું સ્વરૂપ આ પ્રમાણે. ૧. ભૂલ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતા વીતરાગકણુત આગમથી કદી પણ ચલિત ન થાય, તે “પુલાક નિગ્રંથ. ૨. જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારને અનુસરતા હેય, અદ્ધિ અને કીર્તિ ચાહતા હેય, સુખશીલ હેય, અવિવિક્ત-સસગપરિવારવાળા હોય અને છેદ (ચારિત્રપર્યાયની હાનિથી) તથા શબલ (અતિચાર) દેષોથી યુક્ત હૈય, તે બકુશ.” ૩. કુશીલના બે ભેદમાંથી જેઓ ક્રિયાને વશવર્તી હોવાથી કોઈ પ્રકારની ઉત્તર ગુણેની વિરાધના કરવા પૂર્વક પ્રવતે, તે પ્રતિસેવનાકુશીલ', અને જેઓ તીવ્ર કષાયને કદી વશ ન થતાં માત્ર મદ કપાયને ક્યારેક વશ થાય, તે “કષાયકુશીલ’ ૪. જેમાં સર્વાપણું ન હેવા છતા રાગદ્વેષને અત્યંત અભાવ હોય અને અંતર્મુહૂર્ત જેટલા વખત પછી જ સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય, તે “નિર્ગ.' પ જેમાં સર્વપણ પ્રગટયું હોય, તે સ્નાતક. [૪૮].
આક બાબતોમા નિગ્રંથની વિશેષ વિચારણા. त २५