________________
ભિન્ન છે. જે ગધહસ્તી અનેક સ્થળે સૂત્ર તથા ભાષ્યનાં ભિન્ન ભિન્ન પાઠાંતરેને નિર્દેશ કરી, તેમની સમીક્ષા કરે છે, તે હરિભકદ્વારા સ્વીકારાયેલ અત્યંત ભિન્ન ભાષ્યપાઠને નિર્દેશ પણ ન કરે, તથા તેની સમીક્ષા કરવાનું પડતું મૂકે, એ કદી સંભવિત નથી. પ્રસ્તુત ચર્ચાથી નિષ્પન્ન થતા મારા વિચારનો સાર સંક્ષેપમાં આ પ્રમાણે છે –
૧. સાડાપાંચ અધ્યાયની અધૂરી વૃત્તિના રચયિતા હરિભદ્ર યાકિનીસૂનુ જ હોવા જોઈએ. તેમ જ તેમની વૃત્તિ તત્ત્વાર્થની મૂલટીકા મનાતી હતી, એટલે, તે ગંધહસ્તીની વૃત્તિ , કરતાં પહેલાં રચાઈ હશે.
૨. હરિભદ્ર અને ગંધહસ્તીની વચ્ચે સમયની બાબતમાં કઈ ખાસ અંતર નથી. વય અથવા દીક્ષાકૃત વ-કનિકત્વ ભલે હોય, પણ બને છે તે સમકાલીન; તથા વિક્રમનુ ૮મું ૯મું સૈકું જ તેમને જીવનકાલ તથા કાર્યકાલ છે.
૩. હરિભદ્ર અને ગંધહસ્તીની બંને વૃત્તિઓમાં એકબીજાના મંતવ્યનું જે ખંડન માલૂમ પડે છે, તે એકબીજાની * વૃત્તિના અવલોકનનું પરિણામ હેવાને બદલે, પૂર્વવત મંતને સ્વીકાર કે અસ્વીકાર માત્ર છે.
૪. હરિભદ્ર અને ગંધહસ્તીની પહેલાં પણ તત્ત્વાર્થસૂત્ર તથા તેની ઉપર અનેક નાની નાની વ્યાખ્યાઓ હતી, જે વિરલ સ્થાનની ટિપ્પણુરૂપ પણ હશે અને સમગ્ર ગ્રંથ ઉપર પણ હશે, તે પણ પ્રાચીન રિવાજ મુજબ સંક્ષિપ્ત જ હશે.
૫. તે પ્રાચીન નાની નાની ટિપ્પણીઓના આધારથી તથા જૈન તત્વજ્ઞાન અને આચાર વિષયક ત્યાં સુધીમાં પ્રચલિત અન્ય વિવિધ મંતવ્યના આધારથી હરિભકે એક સંગ્રાહકવૃત્તિ