________________
અચાય ૯- સૂત્ર ર૧ પર સાપ મધ, માખણુ આદિ વિકારકારક રસને ત્યાગ કરે, તે રસપરિત્યાગ”. ૫. બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, તે “વિવિક્તશય્યાસનસલીનતા” ૬. ટાઢમાં, તડકામાં કે વિવિધ આસન આદિ વડે શરીરને કસવું, તે કાયશ.
આખ્યતર તા: ૧ લીધેલ વ્રતભા થયેલ પ્રમાદજનિત દેનું જેના વડે શેધન કરી શકાય, તે “પ્રાયશ્ચિત્ત. ૨. જ્ઞાન
આદિ સ વિષે બહુ માન રાખવું, તે વિનય. ૩. યોગ્ય સાધને પૂરાં પાડીને કે પોતાની જાતને કામમાં લાવીને સેવાશુશ્રુષા કરવી, તે વૈયાવૃત્ય'. વિનય અને વૈયાવૃત્ય વચ્ચે અંતર એ છે કે વિનય એ માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ય એ શારીરિક ધર્મ છે. ૪. જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવો, તે “સ્વાધ્યાય'. ૫ અહત્વ અને મમત્વને ત્યાગ કરવો, તે “ત્સર્ગ. ૬. ચિત્તના વિક્ષેપને ત્યાગ કો, તે ધ્યાન”. [૧૯૨૦)
હવે પ્રાયશ્ચિત્ત આદિ તપના ભેદેની સંખ્યા કહે છે: नवचतुर्दशपञ्चद्विमेदं यथाक्रम प्रारध्यानात् । २१ ।
ધ્યાન પહેલાંના આત્યંતર તપના અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ અને બે ભેદ છે.
ધ્યાનને વિચાર વિસ્તૃત હોવાથી તેને છેવટે રાખી તેની પહેલાંના પ્રાયશ્ચિત્ત આદિ પાચ આભ્યતર તપોના ભેદની સ ખ્યા માત્ર અહી દર્શાવવામાં આવી છે. [૨]
હવે પ્રાયશ્ચિત્તના ભેદો કહે છે:
आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्तर्गतपश्छेदपरिहारोपस्थापनानि । २२ ।