________________
ખુશીથી આપીને આ આવૃત્તિને વિશેષ સમૃદ્ધ બનાવવા દેવા માટે પંડિતજીને આ સ્થળે આભાર માનું છું. પહેલી આવૃત્તિ વખતે જે મુદ્રણદેર ગયા હતા, તે આ વખતે સુધારી લીધા છેએ કહેવાની જરૂર નથી. * પરંતુ આ આવૃત્તિની વિશેષતાનુ કારણ જુદુ જ છે. તત્વાર્થસૂત્રની હિંદી આવૃત્તિમાં પંડિતજીએ બે મુખ્ય અને આવશ્યક ઉમેરા કરાવ્યા છે. એક તે “તત્વાર્થસૂત્રનાં સૂત્રને પાઠ અન્ય પાઠાતર સાથે અલગ તારવી આપે છે તે; અને બીજો, પુસ્તકને અંતે પારિભાષિક શબ્દની વિસ્તૃત સૂચિ જોડી છે, તે. એ સૂચિને કારણે એ ગ્રંથ જૈન દર્શન અને આચારના સંદર્ભકાષ જેવો બની ગયા છે. તે બંને ઉમેરા આ બીજી આવૃત્તિમાં કરી લીધા છે. એટલે પહેલી આવૃત્તિ જેની પાસે છે, તેને પણ આ બીજી આવૃત્તિ સંઘરવી ઉપયોગી થઈ પડશે એવું માનવું છે.
પ્રકાશક