________________
૨૯૮
તત્વાર્થસૂત્ર જવાની વૃત્તિ દૂર કરવી. ૨. જ્યાં સુધી લાલચુપણું દૂર ન થાય ત્યાં સુધી પિતાની લાલચની વસ્તુ પોતે જ ન્યાયને માર્ગે મેળવવી અને તેવી બીજાની વસ્તુ વગર પરવાનગીએ લેવાને વિચાર સુધ્ધાં ન કરો. [૧૦]
હવે અબ્રહ્મનું સ્વરૂપ કહે છે ,
મૈથુનપ્રવૃત્તિ તે અબ્રા.
મિથુન એટલે મિથુનની પ્રવૃત્તિ. “મિથુન' શબ્દ સામાન્ય રીતે સ્ત્રી-પુરુષનું જેલું એવા અર્થમાં પ્રસિદ્ધ છે, છતાં અહીં તેને અર્થ જરા લાવવાનો છે. જોડલું એટલે સ્ત્રી-પુરુષનુ, પુરુષ-પુરુષનું કે સ્ત્રી-સ્ત્રીનું અને તે પણ સજાતીય (મનુષ્ય આદિ એક જાતિનુ) કે વિજાતીય એટલે મનુષ્ય પશુ આદિ ભિન્ન ભિન્ન જાતિનું સમજવુ. આવા જોડલાની કામરાગના આવેશથી થયેલી માનસિક, વાચિક કે કાયિક કઈ પણ પ્રવૃત્તિ તે મૈથુન એટલે અબ્રહ્મ કહેવાય છે.
પ્ર જ્યાં જોડલું ન હોય, માત્ર સ્ત્રી કે પુરુષ કોઈ એક જ વ્યક્તિ કામરાગાવેશથી જડ વસ્તુના આલંબન વડે અગર પિતાના હસ્ત આદિ અવયવડે મિથ્યા આચાર સેવે, તેને ઉપરની વ્યાખ્યા પ્રમાણે શું મૈથુન કહી શકાય ?
ઉ૦–હા, મૈથુનને ખરે ભાવાર્થ કામરાગજનિત કેઈ પણ ચેષ્ટા એટલો જ છે. આ અર્થ તે કોઈ એક વ્યક્તિની તેવી દુષ્ટાને પણ લાગુ પડે જ છે; તેથી તે પણ મૈથુનદોષ જ છે.
પ્ર-મૈથુનને અબ્રહ્મ કહ્યું તેનું શું કારણ? ઉ –જે બ્રહ્મ નહિ તે અબ્રહ્મ. બ્રહ્મ એટલે જેના