________________
સનુ હરિભદ્ર અને પ્રસ્તુત સિદ્ધસેન એ બન્ને કાતિ સમકાલીન હાય અગર તો એમની વચ્ચે બહુ જ થોડું અંતર હોય. પ્રશસ્તિમાં લખ્યા પ્રમાણે પ્રસ્તુત સિદ્ધસેનના પ્રમુ. સિંહસૂર એ જે ભલવાદિત નયચક્રના ટીકાકાર સિંહરિ જ હેય, તે એમ કહી શકાય કે, નયચક્રની ઉપલબ્ધ સિંહરિફત ટીકા સાતમા સૈકા લગભગની કૃતિ હેવી જોઈએ.
ઉપર સૂચિત કરેલી તત્વાર્થભાષ્યની નાની વૃત્તિના પ્રણેતા હરિભદ્ર જ અહીં પ્રસ્તુત છે. આ નાની વૃત્તિ રતલામસ્થ
શ્રી ઋષભદેવજી કેસરીમલજી નામક સંસ્થા - દિ દ્વારા પ્રકાશિત થઈ છે. આ વૃત્તિ કેવળ
હરિભદ્રાચાર્યની કૃતિ નથી, પરંતુ તેની રચનામાં ઓછામાં ઓછા ત્રણ આચાર્યોને હાથ છે. તેમાં એક હરિભદ્ર પણ છે. આ હરિભદ્રને વિચાર અહીં પ્રસ્તુત છે. શ્વેતાંબર પરંપરામાં હરિભદ્ર નામના કેટલાય આચાર્ય થઈ ગયા છે, તેમાંથી યાકિનીસૂનુ રૂપે પ્રસિદ્ધ, સેંકડે ગ્રંચના રચયિતા આ હરિભદ્ર જ આ નાની વૃત્તિના રચયિતા માનવામાં આવે છે.
૧. ત્રણથી વધારે પણ આ વૃત્તિના રચયિતા હોઈ શકે છે. કારણ કે હરિભદ્ર, યશોભદ્ર, અને ચશોભદ્રને શિષ્ય એ ત્રણ તે નિશ્ચિત જ છે; પરંતુ નવમા અધ્યાયના અતની પુપિંકાના આધારથી અન્યની પણ કલ્પના થઈ શકે છે––“રિશ્રી તથટીવાય हरिभद्राचार्यप्रारब्धायां डुपडुपिकाभिधानायां तस्यामेवान्यकर्तृकायां नवमोswાયઃ માત”]
૨. જુઓ મુનિ કલ્યાણવિજયજી લિખિત “ધર્મ સંગ્રહણી ની આ પ્રસ્તાવના પૃ૦ ૨થી.