________________
ર૭૪
તરવાથસૂત્ર ત્રણે આયુષના સામાન્ય બંધહેતુ પણ છે અને તેનું જ પ્રસ્તુત સૂત્રમાં કથન છે. તે બંધહેતુ નિશીલપણું અને નિર્વતપણું છે. ૧. અહિંસા, સત્ય આદિ પાંચ પ્રધાન નિયમે “વ્રત' કહેવાય છે. ૨. એ વાતની પુષ્ટિ માટે જ પાળવામાં આવતાં બીજા ઉપવતે જેમકે-ત્રણ ગુણવ્રત, અમે ચાર શિક્ષાવ્રત તે શીલકહેવાય છે. એ જ રીતે ઉક્ત વ્રતને પાળવા માટે જ ક્રોધ, લોભ આદિને ત્યાગ એ પણ શીલ કહેવાય છે.
વ્રત અને શીલનુ ન હોવુ એ “નિર્વતપણું” અને “નિશીલપણું' છે. [૧૯]
સેવે સાયુજર્મના વંઘgોનું : ૧. હિંસા, અસત્ય, ચેરી આદિ મહાન દેશોથી વિરમવારૂપ સંયમ લીધા છતાં
જ્યારે કષાયના કાંઈક અંશે બાકી હોય, ત્યારે તે સરાગસંયમ' કહેવાય છે. ૨. હિસાવિરતિ આદિ તે જ્યારે અલ્પાંશે લેવાય, ત્યારે તે “સંયમસંયમ” કહેવાય છે. ૩, પરાધીનપણે અગર અનુસરણ ખાતર જે અહિતકર પ્રવૃત્તિને કે આહાર આદિને ત્યાગ, તે “અકામનિર્જરા” કહેવાય છે. અને ૪. બાલભાવે એટલે વિવેક વિના જ જે અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, પર્વતપ્રપાત, વિષભક્ષણ, અનશન આદિ દેહદમન કરવું, તે બાલતપ કહેવાય છે. [૨૦]. ___अशुभ अने शुभ नामकर्मना बंधहेतुओनुं स्वरूप : १. “ોગવતા” એટલે મન, વચન અને કાયાની કુટિલતા. કુટિલતા એટલે ચિંતવવું કઈ બેલવું કઈ અને કરવું કઈ તે. ૨. વિસંવાદન એટલે અન્યથા પ્રવૃત્તિ કરાવવી અગર બે
સ્નેહીઓ વચ્ચે ભેદ પડાવ. આ બે અશુભ નામકર્મના આવે છે.