________________
૨૪૪
તરવાથસૂત્ર કર્યું નથી. આથી પ્રશ્ન થાય છે કે પહેલાં એવું વિધાન ન કરવાને હેતુ કાળ દ્રવ્ય નથી એ છે? એ પ્રશ્નને ઉત્તર આ સૂત્રેામાં આપ્યા છે.
સૂત્રકારનું કહેવું એમ છે કે, કેઈ આચાર્ય કાળને દ્રવ્યરૂપ માને છે. આ કથનથી સૂત્રકારનું તાત્પર્ય એમ સમજાય છે કે, વસ્તુતઃ કાળ સ્વતંત્ર વ્યરૂપે સર્વસંમત નથી.
કાળને અલગ દ્રવ્ય ભાનતા આચાર્યના મતનું નિરાકરણ સૂત્રકારે કર્યું નથી. ફક્ત એનું વર્ણન માત્ર કર્યું છે. આ વર્ણનમાં સૂત્રકાર કહે છે કે, કાળ અનંત પર્યાયવાળે છે. વર્તન આદિ પર્યાય તે પહેલાં કહી ચૂક્યા છીએ. સમયરૂપ પર્યાય પણ કાળના જ છે. વર્તમાન કાલરૂપ સમયપર્યાય તે ફક્ત એક જ હોય છે, પરંતુ અતીત, અનાગત સમયના પર્યાય અનંત હોય છે, આથી કાળને અનંત સમયવાળો કહ્યો છે. [૩૮-૩૯]
હવે ગુણનું સ્વરૂપ વર્ણવે છે? __द्रव्याश्रया निर्गुणा गुणाः । ४० ।
જે દ્રવ્યમાં હમેશાં રહે છે અને ગુણરહિત છે, તે ગુણ છે.
દ્રવ્યના લક્ષણમાં ગુણનું કથન કર્યું છે, એથી એનું સ્વરૂપ અહીંયાં બતાવ્યું છે.
જો કે પર્યાય પણ દ્રવ્યને જ આશ્રિત છે, અને નિર્ગુણ છે, તથાપિ તે ઉત્પાદવિનાશવાળા હેવાથી દ્રવ્યમાં સદા રહેતા
૧. જુઓ અ ૫ સૂ. ૨૨. ૨, જુઓ અ. ૫ સૂ. ૩૭,