________________
૨૪૦
તરવાર્થસૂત્ર અથત વિવિધ પરિણામેને પ્રાપ્ત કરે છે. દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ એને કુળ કહેવાય છે, અને ગુણજન્ય પરિણામ પર કહેવાય છે. ગુણુ કારણ છે અને પર્યાય કાર્ય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ છે; જે વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણ-શક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા કાલિક પગે અનંત છે. દ્રવ્ય અને એના અંશરૂપ શક્તિઓ ઉત્પન્ન તથા વિનષ્ટ ન થવાને કારણે નિત્ય અર્થાત અનાદિઅત છે. પરંતુ બધા પર્યાયે પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થતા રહેવાને કારણે વ્યક્તિ અનિત્ય અર્થાત સાદિસાત છે, અને પ્રવાહની અપેક્ષાએ પર્યાય પણ અનાદિઅનત છે. કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતો સૈકાલિક પર્યાયપ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત શકિતઓથી તજજન્યપર્યાય પ્રવાહ પણ અનત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્નભિન્ન શતિજન્ય વિજાતીય પર્ય એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે, પરંતુ એક શક્તિજન્ય ભિન્નભિન્ન સમયભાવી સજાતીય પર્ય એક દ્રવ્યમાં એક સમયમાં હેતાનથી.
આત્મા અને પુલ દ્રવ્ય છે; કેમ કે એમનામાં ચેતના આદિ તથા રૂપ આદિ અનુક્રમે અનત ગુણ છે અને જ્ઞાન, દર્શનારૂપ વિવિધ ઉપગ આદિ તથા નીલપીતાદિ વિવિધ અનત પર્યાય છે. આત્મા ચેતનાશક્તિ દ્વારા ઉપયોગ રૂપમાં અને પુતલ રૂપશક્તિ દ્વારા ભિન્નભિન્ન નીલપીતઆદિ રૂપમાં પરિણત થયા કરે છે. ચેતનાશક્તિ આત્મદ્રવ્યથી અને આભગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. આ રીતે રૂપશક્તિ પુદ્ગલ દ્રવ્યથી અને પુત્રલગત અન્ય શક્તિઓથી