________________
અધ્યાય ૫-સૂત્ર ૨૩-૨૪
૨૧૭ કઠિન, મૃદુ, ગુરુ, લઘુ, શિત, ઉષ્ણ, સ્નિગ્ધ એટલે ચીકણે અને રૂક્ષ એટલે લૂ. રસના પાંચ પ્રકાર છે. કડવો, તીખે, કષાય – તૂરે, ખાટ અને મીઠે સુગધ અને દુર્ગધ એ બે ગધ છે. વર્ણ પાંચ છેઃ કાળે, લીલે, લાલ, પાળે અને સફેદ. ઉક્ત પ્રકારથી સ્પર્શ આદિના કુલ વીણ ભેદ થાય છે. પરંતુ એમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ તરતમભાવથી થાય છે. જે જે વસ્તુ મૃદુ હોય છે, તે બધાના મૃદુત્વમા કાઈ ને કાંઈ તારતમ્ય હોય છે જ. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હોવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે, એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ.
શબ્દ એ કઈ ગુણ નથી; જેમ કે વૈશેષિક, નૈયાયિક આદિ માને છે. કિન્તુ તે ભાવાવર્ગણના પુને એક પ્રકારનો વિશિષ્ટ પરિણામ છે. નિમિત્તભેદથી એના અનેક ભેદ કરાય છે જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે, તે “પ્રાગજ', અને જે કંઈને પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે, તે “વૈસિક, વાદળાની ગર્જના વૈસિક છે. પ્રાગજ શબ્દના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે: ૧. “ભાષા': મનુષ્ય આદિની વ્યક્તિ અને પશુપક્ષી આદિની અવ્યક્ત, એવી અનેકવિધ ભાષાઓ, ૨. “તત ચામડું લપેટાયું હેય એવાં વાઘને એટલે કે મૃદંગ, પટ આદિને શબ્દ, ૩. “વિતત’: તારવાળાં વણ, સારંગી આદિ વાદ્યોને શબ્દ, જ “ધન': ઝાલર, ઘંટ આદિના શબ્દ, ૫. “સુષિર : મૂકીને