________________
૨૧૦
તત્વાર્થસૂત્ર છતાં પણ વ્યાઘાતશીલ ત્યારે જ થાય છે, જ્યારે સ્થૂલભાવમાં પરિણત થાય છે. સૂમવપરિણામ દશામાં તે કોઈને વ્યાઘાત પહોંચાડતાં નથી અને તે પણ કેઈથી વ્યાઘાત પામતાં નથી. [૧૨–૧૬]
હવે કાર્ય દ્વારા ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણનું કથન કરે છે: • તિથિ ઇષણપતા: ૨૭
સારાવ િ૨૮૫
ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું, એ જ અનુક્રમે ધર્મ અધર્મ દ્રવ્યનું કાર્ય છે.
અવકાશમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે.
ધર્મ, અધર્મ, અને આકાશ એ ત્રણે અમૂર્ત હેવાથી ઈયિગમ્ય નથી; એથી એમની સિદ્ધિ લૌકિક પ્રત્યક્ષ દ્વારા થઈ શકતી નથી. જો કે આગમ પ્રમાણથી એમનું અસ્તિત્વ મનાય છે, તે પણ આગમપષક એવી યુક્તિ પણ છે, કે જે ઉક્ત દ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. તે યુક્તિ એ છે કે, જગતમાં ગતિશીલ અને ગતિ પૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુલ બે છે. જો કે ગતિ અને સ્થિતિ બન્ને ઉક્ત બે દ્રવ્યનું પરિણામ અને કાર્ય હોવાથી એમાંથી જ પેદા થાય
૧. જો કે રિસ્થિયુરી” એ પણ પાઠ ક્યાંક કયાંક દેખાય છે તો પણ ભાગ્ય જેવાથી “રિસ્થિપપ્ર”એ પાઠ વધારે સંગત જણાય છે. દિગબરીય પરંપરામાં તે રિચિત્યુપરહી” એ પાઠ જ નિર્વિવાદ સિદ્ધ છે.