________________
અધ્યાય ૫-સૂત્ર ૧૨-૧૩ ૨૦૩ ધર્મ અને અધર્મ દ્રવ્યની સ્થિતિ સમગ્ર લોકાકાશમાં છે.
પુદ્ગલની સ્થિતિ કાકાશના એક પ્રદેશઆદિમાં વિકલ્પ એટલે અનિયત રૂપે હોય છે.
જીની સ્થિતિ લેકના અસંખ્યાતમા ભાગા_દિમાં હોય છે.
કેમ કે પ્રદીપની માફક એમના પ્રદેશને સંકેચ અને વિસ્તાર થાય છે.
જગત પાંચ અસ્તિકાય રૂપ છે. એથી પ્રશ્ન થાય છે કે આ પાંચ અસ્તિકાને આધાર – સ્થિતિક્ષેત્ર શું છે? શું એમનો આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કોઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યને આધાર છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આકાશ એ જ આધાર છે અને બાકીના બધાં દિવ્ય આધેય છે. આ ઉત્તર વ્યવહારદષ્ટિએ સમજવો જોઈએ; નિશ્ચયદષ્ટિએ નહિ. બધાં દ્રવ્ય સ્વપ્રતિક અર્થાત પિતપતાના સ્વરૂપમાં સ્થિત છે; કેઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં તાત્વિકદષ્ટિથી રહી શકતું નથી. હવે એ પ્રશ્ન થાય છે કે જેમ ધમદિ ચારે દિવ્યાને આધાર વ્યવહારદષ્ટિએ આકાશ માનવામાં આવે છે તે રીતે આકાશને આધાર શું છે ? આને ઉત્તર એ જ છે કે આકાશને કઈ બીજું દ્રવ્ય આધારરૂપ નથી કેમ કે એનાથી મોટા પરિમાણવાળું અથ એની બરાબર પરિમાણવાળું બીજું કઈ તત્વ જ નથી. એથી વ્યવહારદષ્ટિએ અને નિશ્રયદષ્ટિએ આકાશ સ્વપ્રનિશ જ છે. આકાશને બીજા