________________
અધયાય ૫-સૂત્ર ૨
૧૯૭ કરવું તે અવસ્થિતત્વ છે. જેમ જીવતત્વ પિતાના દ્રવ્યાત્મક સામાન્યરૂપને અને ચેતનાત્મક વિશેષરૂપને ક્યારે પણ છેડતું નથી, એ તેનું નિત્યત્વ છે, અને ઉક્તસ્વરૂપને છોડયા વિના પણ તે અજીવતત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. સારાંશ એ છે કે પિતાના સ્વરૂપને ત્યાગ ન કરવો અને પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ બને અંશ – ધર્મ બધાં દ્રવ્યમાં સમાન છે; એમાંથી પહેલો અંશ નિત્યત્વ અને બીજો અંશ અવસ્થિતત્વ કહેવાય છે. દ્રવ્યના નિત્યત્વકથનથી જગતની શાશ્વતતા સૂચિત થાય છે અને
અવસ્થિતત્વના કથનથી એમને પરસ્પર સંકર – મિશ્રણ થત નથી એમ સૂચવાય છે, અર્થાત તે બધાં દ્રવ્ય પરિવર્તનશીલ હોવા છતાં પણ પિતાપિતાના સ્વરૂપમાં સ્થિત છે અને એક સાથે રહેતાં છતાં પણ એક બીજાના સ્વભાવ- લક્ષણ –થી અસ્પષ્ટ રહે છે. એથી જ આ જગત અનાદિનિધન પણ છે અને એનાં મૂળતત્વોની સંખ્યા પણ એકસરખી રહે છે.
પ્રવ–ધમસ્તિકાય આદિ અજીવ પણ જે દ્રવ્ય છે અને તત્વ પણ છે તો પછી એમનું કાઈ ને કોઈ સ્વરૂપ અવશ્ય માનવું પડશે, તે પછી એમને અરૂપી કેમ કહ્યાં ?
ઉ–અહીયાં અરૂપિત્વને અર્થ સ્વરૂપનિષેધ નથી, સ્વરૂપ તે ધર્માસ્તિકાય આદિ તને પણ અવશ્ય હોય છે; અને એમને જે કઈ સ્વરૂપ જ ન હોય તે તે તે અશ્વશગની માફક વસ્તુ તરીકે જ સિદ્ધ ન થાય. અહીયાં અપિત્વના કથનથી રૂ૫ એટલે કે મૂર્તિને નિષેધ કર્યો છે. રૂપને અર્થ અહીયાં મૂર્તિ જ છે. રૂપ આદિ સંસ્થાનપરિણામને અથવા રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સમુદાયને “મતિ કહે છે;