________________
અધ્યાય ૫
ખીજાથી ચેાથા અધ્યાય સુધીમાં જીવતત્ત્વનું નિરૂપણુ કર્યું છે. હવે આ અધ્યાયમાં અજીવતત્ત્વનું નિરૂપણુ થાય છે, પ્રથમ અજીવના ભેદો કહે છે :
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः । १ । ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાયા છે.
નિરૂપણપદ્ધતિના નિયમ પ્રમાણે પહેલુ લક્ષણ અને પછી ભેદાનુ કથન કરવું જોઈએ; એમ છતાં પણ સૂત્રકારે અજીવતત્ત્વનું લક્ષણ બતાવ્યા વિના એના ભેદોનું કથન કર્યુ છે. એમ કરવાનુ કારણ એ છે કે, અવનું લક્ષણુ જીવના લક્ષણથી જ જાણી જવાય છે. એને જુદું કહેવાની ખાસ જરૂર નથી, કારણ કે અ + જીવ જે જીવ નહિ તે અજીવ. ઉપયેાગ એ જીવનું લક્ષણ છે, તેા જેમાં ઉપયાગ ન હેાય તે તત્ત્વ મળીય, અર્થાત્ ઉપયેાગના અભાવ અજીવનું લક્ષણ થયું.
7-૧૨