________________
અધ્યાય ૩- સુઝ ૭-૧૮
૧૫૭ વિભક્ત થયેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાર્દમાં રહેલા છે. આ રીતે સરવાળે કરતાં અઢીદીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર, પાંત્રીસ ક્ષેત્ર, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજય અને પાંચ ભરત તેમ જ પાંચ અિરાવતના બસો પચાવન “આર્યદેશ' છે. અતરકીપ ફક્ત લવણસમુદ્રમાં હેવાથી છપ્પન છે. પુષ્કરદ્વીપમા એક “માનુષેત્તર' નામને પર્વત છે, તે એની ઠીકઠીક મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ગોળાકાર ઊભે છે અને મનુષ્યલોકને ઘેરે છે. જે મુદીપ, , ધાતકીખંડ અને અર્થે પુષ્કરદ્વીપ એ અહીદીપ તથા લવણ અને કાદધિ એ બે સમુદ્ર એટલો જ ભાગ “મનુષ્યલોક” કહેવાય છે. ઉક્ત ભાગનું નામ મનુષ્યલેક અને ઉકત પર્વતનું નામ માનુષત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતો નથી અને કોઈ મરતું નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈક્રિયલબ્ધિધારી કેાઈ મનુષ્ય અઢીદીપની બહાર જઈ શકે છે, પરંતુ એનાં પણ જન્મ, ભરણુ માનુષોત્તરની અંદર જ થાય છે. [૧૨-૧૩]
મનુષ્યજ્ઞાતિનું ફિનિક્ષેત્ર અને પ્રારઃ માનુષેત્તરની પૂર્વે જે અઢીકાપ અને બે સમુદ્ર કહ્યા છે, એમાં માણસની સ્થિતિ છે. પરંતુ એનો એવો અર્થ નથી કે તે દરેક જગ્યાએ છે. એને ભાવાર્થ એવો છે કે જન્મથી તે મનુષ્યજાતિનું સ્થાન ફક્ત અઢીકાપની અદર રહેલાં જે પાંત્રીસ ક્ષેત્રો અને છપન અતરદીપ કહ્યાં છે એમાં છે; પરંતુ સંહરણ, વિદ્યા અથવા લબ્ધિના નિમિત્તથી મનુષ્ય અઢીદીપના તથા બે સમુદ્રના કોઈ પણ ભાગમાં દેખાય છે. એટલું જ નહિ પણ મેરુપર્વતની ચૂલિકા-ચેટલી ઉપર પણ તે ઉક્ત નિમિત્તથી રહી શકે છે.