________________
૧૫ર
તત્ત્વાર્થસૂત્ર જે ભૂદ્વીપ વગેરે શુભ નામવાળા દ્વીપ તથા લવણ વગેરે શુભ નામવાળા સમુદ્રો છે.
તે બધા દ્વીપ અને સમુદ્ર, વલય જેવી આકૃતિવાળા, પૂર્વ પૂર્વને વેષ્ટિત કરવાવાળા અને બમણું બમણું વિષ્કલ – વ્યાસ - વિસ્તારવાળા છે.
એ બધાની વચમાં જંબુદ્વીપ છે; જે વૃત્ત એટલે કે ગોળ છે, લાખ યોજન વિષ્કલવાળો છે અને જેની મધ્યમાં મેરુ પર્વત છે.
એમાં–જંબુદ્વીપમાં ભારતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્ય વર્ષ, રણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ એ સાત ક્ષેત્રે છે. એ ક્ષેત્રને જુદા કરતા અને પૂર્વથી પશ્ચિમ લંબાયેલા એવા હિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી એ છ વર્ષધર– વંશધર પર્વતે છે.
ધાતકીખંડમાં પર્વત તથા ક્ષેત્રે જંબુદ્વીપથી બમણ છે.
પુષ્કરાઈ દ્વીપમાં પણ એટલાં જ છે. માનુષ્યોત્તર નામક પર્વતના પૂર્વભાગ સુધી મળે છે. તે આર્ય અને સ્વેચ્છ છે.
દેવકુ અને ઉત્તરકુરુ બાદ કરી ભરત, ઐરાવત, તથા વિદેહ એ બધી કર્મભૂમિઓ છે.