________________
નારકાની ત્રણ
પરજન્યવિદોને પહેલા બે
૧૪૮
તાવાર્થસૂત્ર આથી તેઓ એક બીજાને જોઈને કૂતરાની માફક પરસ્પર લડે છે. કરડે છે, અને ગુસ્સાથી બળે છે; આથી તેઓ પરસ્પરાજનિત દુખવાળા કહેવાય છે. [૪]
નારકેની ત્રણ પ્રકારની વેદના મનાય છે; એમાંથી સેત્રસ્વભાવજન્ય અને પરસ્પરજન્ય વેદનાનું વર્ણન પાછળ કર્યું છે. ત્રીજી વેદના પરમાધાર્મિક જનિત છે. પહેલા બે પ્રકારની વેદનાઓ સામે ભૂમિમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફક્ત પહેલી ત્રણ ભૂમિમાં હોય છે, કેમ કે એ ભૂમિમાં પરમધામિક છે. પરમાધાર્મિક એક પ્રકારના અસુર દેવે છે, જે ઘણું જ દૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની અંબ, અંબરીષ આદિ પંદર જાતિઓ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતુહલી હોય છે કે એમને બીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે, આથી તેઓ નારકેને અનેક પ્રકારના પ્રહારથી દુઃખી કર્યા જ કરે છે. તેઓ કૂતરા, પાડા અને મલ્હોની માફક તેમને પરસ્પર લડાવે છે, અને તેઓને અંદરઅંદર લડતા કે મારપીટ કરતા
ઈને તેઓ બહુ ખુશી થાય છે. જો કે આ પરમાધાર્મિક એક પ્રકારના દેવ છે, અને તેઓને બીજું પણ સુખનાં સાધન છે, તેપણુ પૂર્વજન્મકૃત તીવ્ર દેવના કારણથી તેઓ બીજાને સતાવવામાં જ પ્રસન્ન રહે છે. નારકે પણ બિચારા કર્મવશ અશરણ હેઈને આખું જીવન તીવ્ર વેદનાઓના અનુભવમાં જ વ્યતીત કરે છે. વેદના કેટલીયે હોય પરંતુ નારકોને કેઈનું શરણું પણ નથી અને અનપવર્તનીય વચમાં ઓછું નહિ થનાર આયુષના કારણથી તેમનું જીવન પણ જલદી સમાપ્ત થતુ નથી. [૫]