________________
અધ્યાય ૩- સૂત્ર ૧
૧૪૧ અને પહેળાઈવાળા છેમધ્યમ લેકની ઉપરને સંપૂર્ણ લેક ઊર્વ લોક છે, જેને આકાર પખાજ જેવો છે.
નારકેના નિવાસસ્થાનની ભૂમિઓ નરકભૂમિ કહેવાય છે, જે અપેકમાં છે. એવી ભૂમિઓ સાત છે. એ સાતે ભૂમિઓ સમશ્રેણિમાં ન હોઈ એક બીજાથી નીચે છે. એમનો આયામ-લબાઈ અને વિધ્વંભ– પહોળાઈ પરસ્પર સમાન નથી; પરન્તુ નીચેનીચેની ભૂમિની લંબાઈ-પહોળાઈ અધિક અધિક છે; અર્થાત પહેલી ભૂમિથી ખીજીની લંબાઈ-પહોળાઈ અધિક છે; બીજથી ત્રીજીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ ધઅધિક સમજવી જોઈએ. - આ સાને ભૂમિઓ એક બીજાથી નીચે છે, પરંતુ એક બીજાને અડીને રહેલી નથી, અર્થાત એક બીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘને દધિ. ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમથી નીચેનીચે છે, અયોત પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘનેદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની
- ૧, ભગવતીસૂત્રમાં લોકસ્થિતિનું સ્વરૂપ સમજાવતા બહુ સ્પષ્ટ હકીક્ત નીચે પ્રમાણે આપેલી છે:
“સ, સ્થાવરાદિ પ્રાણીઓને આધાર પૃથ્વી છે; પૃથ્વીનો આધાર ઉદધિ છે; ઉદધિને આધાર વાયુ છે અને વાયુને આધાર આકાશ છે. વાયુને આધારે ઉદધિ અને તેને આધારે પૃથ્વી રહી જ કેમ શકે ? આ પ્રશ્નને ખુલાસે નીચે પ્રમાણે છે.
કેઈ પુરુષ પવન ભરીને ચામડાની મસકને ફુલાવે. પછી વાધરીની મજબુત ગાંથી સદનું મોઢું બાંધી લે. એ જ રીતે મસ