________________
અધ્યાય ૨-સૂત્ર ૮ રાખ્યા છે તે, એ જ વસ્તુ સૂચન કરવાને માટે છે. દિગંબર સંપ્રદાયમાં આ જ અર્થ “ચ' શબ્દથી લીધા છે. [૧–૭]. હવે જીવનું લક્ષણ કહે છેઃ
उपयोगी लक्षणम् 101 ઉપયોગ એ જીવનું લક્ષણ છે.
જીવ કે જેને આત્મા અને ચેતન પણ કહે છે, તે અનાદિસિદ્ધ (સ્વતંત્ર) દ્રવ્ય છે. તાત્વિક દષ્ટિએ અરૂપી હેવાથી એનું જ્ઞાન ઇ િદ્વારા થતું નથી, પરંતુ સ્વસંવેદન પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી કરી શકાય છે. એમ હવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુઓ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય. એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનુ લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય-ય છે; અને ઉપર લક્ષણ - જાણવાને ઉપાય છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય કર હોય. તે ઉપયોગ દ્વારા થઈ શકે છે, કેમ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હૈ નથી.
પ્ર–ઉપયોગ એટલે શું? ઉ––ઉપયોગ એટલે બેધરૂપ વ્યાપાર
પ્ર–આત્મામાં બંધની ક્રિયા થાય છે અને જડમાં કેમ થતી નથી?