________________
અધ્યાય ૨-સૂત્ર ૧-૭ માવોનું વહY: ૧. કર્મના ઉપશમથી પેદા થાય તે ભાવ ઔપથમિક' કહેવાય છે ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે, જે કચરો નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતાની પેઠે સત્તાગત કર્મને ઉદય તદ્દન રેકાઈ જતાં ઉત્પન્ન થાય છે. ૨. કર્મના ક્ષયથી પેદા થાય તે “ક્ષાયિક ભાવ છે. ક્ષય એ આત્માની એક એવી પરમ વિશુદ્ધિ છે, જે સર્વથા કચરે કાઢી નાખવાથી જળમાં આવતી સ્વચ્છતાની જેમ કમને સંબંધ અત્યંત છૂટી જતાં પ્રગટ થાય છે. ૩ ક્ષય અને ઉપશમથી પેદા થાય એ “ક્ષાપશમિક ભાવ છે. ક્ષપશમ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, કે જે કર્મના ઉદયમાં નહિ આવેલ અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે એ વિશુદ્ધિ, ધેવાને લીધે માદકશક્તિ કાંઈક નાશ પામવાથી અને કાંઈક રહી જવાથી કેદરાઓની વિશુદ્ધિની જેમ મિશ્રિત હોય છે. ૪. ઉદયથી પેદા થાય તે “ઔદયિક ભાવ. ઉદય એક પ્રકારની આત્માની કલુષિતતા છે, જે મેલ મળવાથી પાણીમાં આવતી મલિનતાની પેઠે કર્મને વિપાકનુભવથી ઉત્પન્ન થાય છે. ૫. પરિણામિક' ભાવ દ્રવ્યને એક પરિણામ છે, જે ફક્ત દ્વિવ્યના અસ્તિત્વથી જ પોતાની જાતે જ ઉત્પન્ન થયા કરે છે અર્થાત કેઈપણુ દ્રવ્યનુ સ્વાભાવિક સ્વરૂપપરિણમન જ પારિણામિક ભાવ કહેવાય.
એ જ પાંચ ભાવે આત્માનું સ્વરૂપ છે, અર્થાત સંસારી , અથવા મુક્ત કઈ પણ આત્મા હેય એના સર્વ પર્યા ઉક્ત પાંચ ભાવોમાંથી કઈને કઈ ભાવવાળા અવશ્ય હેવાના. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાને સંભવ નથી.