________________
અધ્યાય ૧- સૂત્ર ૩૪૩૫ ઉપર કહેલ ચારે પ્રકારની વિચારશ્રેણિઓમાં જે તફાવત છે તે દાખલાઓ ઉપરથી સ્પષ્ટ થઈ શકે તેમ હોવાથી તેને જુદે જણાવવાની જરૂર નથી. અને એ પણ જાણી લેવું જોઈએ કે પૂર્વ પૂર્વ નય કરતાં પછી પછી નય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોવાથી ઉત્તરોત્તર નયના વિષયને આધાર પૂર્વ પૂર્વ નયના વિષય ઉપર રહેલો છે. આ ચારે નાનું મૂળ પર્યાયાર્થિક નયમાં છે એમ જે કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે, જુસત્ર વર્તમાનકાળ સ્વીકારી ભૂત અને ભવિષ્યને ઈનકાર કરે છે. અને તેથી તેને વિષય સ્પષ્ટપણે એકદમ સામાન્ય મટી વિશેષરૂપે ધ્યાનમાં આવે છે; એટલે જુસૂત્રથી જ પયયાર્થિકનયને (વિશેષગામી દષ્ટિનેઆરંભ માનવામાં આવે છે. જુસૂત્ર પછીના ત્રણ ના તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જતા હેવાથી પર્યાયાર્થિક સ્પષ્ટપણે છે જ. પણ અહીં એટલું સમજી લેવું જોઈએ કે આ ચાર નામાં પણ જ્યારે ઉત્તર પૂર્વ કરતાં સૂક્ષ્મ કહેવામાં આવે છે ત્યારે તે પૂર્વ તેટલે અંશે ઉત્તર કરતાં સામાન્યગામી તો છે જ. એ જ રીતે વ્યાર્થિકનયની ભૂમિકા ઉપર ગોઠવાયેલા નૈગમ આદિ ત્રણ નોમાં પણ પૂર્વ કરતા ઉત્તર સૂક્ષમ હેવાથી તેટલે અંશે તે પૂર્વ કરતાં વિશેષગામી છે જ. તેમ છતાં પ્રથમના ત્રણને વ્યાર્થિક અને પછીના ચારને પર્યાયાર્થિક કહેવામાં આવે છે તેને અર્થ એટલે જ સમજવો ઘટે કે પ્રથમના ત્રણમાં સામાન્ય તત્ત્વ અને તેને વિચાર વધારે સ્પષ્ટ છે, કારણ કે તે ત્રણ વધારે સ્થૂલ છે. ત્યાર પછીના ચાર ન વિશેષ સૂક્ષ્મ હેઈ તેમાં વિશેષ તત્ત્વ અને તેને વિચાર વધારે સ્પષ્ટ છે. આટલી જ સામાન્ય અને વિશેષની