________________
તાવાર્થસૂત્ર પ્રવર્તકેએ મૃત પ્રમાણુ ઉપરાંત નયવાદની જુદી સ્વતંત્ર દેશના કરી તે શા ઉદ્દેશથી ?
શ્રત અને નય બને વિચારાત્મક જ્ઞાન છે ખરાં, છતાં બનેમાં તફાવત છે; અને તે એ કે કોઈ પણ વિષયને સર્વીશે સ્પર્શ કરનાર અથવા તેને સર્વશે સ્પર્શવાને પ્રયત્ન કરનાર વિચાર તે મૃત; અને તે વિષયને માત્ર એક અંશે જ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર તે નય આ કારણથી નયને સ્વતંત્ર રીતે પ્રમાણુ ન કહી શકાય; છતાં તે અપ્રમાણ પણ નથી જ. જેમ આગળીનું ટેરવું એ આંગળી ન કહેવાય તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય, છતાં એ અંગુલીને અંશ તે છે જ, તેમ નય પણ મૃત પ્રમાણને અંશ છે. વિચારની ઉત્પત્તિને ક્રમ અને તેનાથી થતે વ્યવહાર એ બને દૃષ્ટિએ નયનું નિરૂપણ શ્રત પ્રમાણુથી છુટું પાડી કરવામાં આવેલું છે. કેઈ પણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે. જે ક્રમે વિચાર ઉત્પન્ન થાય છે તે જ ક્રમે તત્વબોધના ઉપાય તરીકે તેનું વર્ણન કરવું જોઈએ, એમ માનતાં સ્વાભાવિક રીતે જ નયનું નિરૂપણ શ્રુત પ્રમાણથી જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. વળી કઈ પણ એક વિષયમાં ગમે તેટલું સમગ્ર જ્ઞાન હોય છતાં વ્યવહારમાં તેને ઉપયોગ તે અંશે અંશે જ થવાને, તેથી પણ સમગ્રવિચારાત્મક શ્રુત કરતાં અંશવિચારાત્મક નયનું નિરૂપણ જુદું કરવાનું પ્રાપ્ત થાય છે.
જે કે જૈનેતર દર્શનમાં આગમ પ્રમાણુની ચર્ચા છે. છતાં તે જ પ્રમાણમાં સમાઈ જતા નયવાદની જુદી પ્રતિષ્ઠા જૈન દર્શને કરી તેનું કારણ નીચે પ્રમાણે છે, અને એ જ