________________
તરવાથસૂત્ર વ્યવહાર, નિશીથ અને ઋષિભાષિત આદિ શાસ્ત્રને અંગબાહ્યમાં સમાવેશ થાય છે.
પ્ર–આ જે ભેદ બતાવ્યા છે તે જ્ઞાનને વ્યવસ્થિત રૂપે સંગૃહીત કરવાવાળાં શાસ્ત્રના ભેદ થયા; તે પછી શું શા આટલાં જ છે?
ઉ–નહિ, શાસ્ત્ર અનેક હતાં, અનેક છે, અનેક બને છે અને આગળ પણ અનેક થશે. તે બધાં શ્રુતજ્ઞાનની અંદર જ આવી જાય છે. અહીયાં ફક્ત એટલાં જ ગણાવ્યાં છે કે જેમના ઉપર પ્રધાનપણે જૈન શાસનને આધાર છે. પરંતુ બીજા અનેક શાસ્ત્ર બન્યાં છે અને બનતાં જાય છે એ બધાંને અંગબાહમાં સમાવેશ કરી લેવો જોઈએ. ફક્ત બનેલાં અને બનતાં શાસ્ત્ર શુદ્ધ બુદ્ધિ અને સમભાવપૂર્વક રચાયેલાં હોવાં જોઈએ.
પ્ર–આજકાલ જે વિવિધ વિજ્ઞાનવિષયક શાસે તથા કાવ્ય, નાટકાદિ લૌકિક વિષયના ગ્ર બને છે, તે પણ શું શ્રુત કહેવાય ?
ઉ–અવશ્ય, તે શ્રુત કહેવાય.
પ્ર–તે તે પછી એ પણ ધ્રુતજ્ઞાન હોવાથી મેક્ષને માટે ઉપયોગી થઈ શકે ?
ઉ–મેક્ષમાં ઉપયોગી થવુ અગર ન થવું એ કે શાસ્ત્રને નિયત સ્વભાવ નથી; પણ એને આધાર અધિકારીની ચોગ્યતા ઉપર છે. જે અધિકારી એગ્ય અને મુમુક્ષુ હોય, તે લૌકિક શાસ્ત્રને પણ મેક્ષ માટે ઉપયોગી બનાવી શકે
૧. પ્રત્યેકબુદ્ધ આદિ ઋષિઓએ કહેલું હોય છે તે ઋષિભાષિત. જેમ કે, ઉત્તરાધ્યયનનું આઠમું કપિલીય અધ્યયન વગેરે. -