________________
અધ્યાય ૧-સૂત્ર ૧૮ ૧૯
૩૫ રૂપે બતાવી છે, તેને જ સંખ્યા, જાતિ આદિ દ્વારા પૃથકકરણ કરી બહુ, અલ્પ આદિ વિશેષ રૂપે પૂર્વસૂત્રમાં બતાવી છે. [૧]
હવે ઇન્દ્રિયની જ્ઞાન ઉત્પન્ન કરવાની પદ્ધતિના ભેદને લીધે થતા અવગ્રહના અવાન્તર ભેદ કહે છે:
व्यञ्जनस्याऽवग्रहः ॥२८॥ न चक्षुरनिन्द्रियाभ्याम् ॥१९॥
વ્યંજન (ઉપકરણ ઇન્દ્રિયને વિષયની સાથે સંગ) થતાં અવગ્રહ જ થાય છે.
નેત્ર અને મન વડે વ્યંજન દ્વારા અવગ્રહ થતું નથી.
લગડા માણસને ચાલવા માટે લાકડીની મદદની જરૂર હોય છે તેવી જ રીતે આત્માની આવૃત – ઢંકાયેલી ચેતના શક્તિને પરાધીનતાને લીધે જ્ઞાન ઉત્પન્ન થવામાં મદદની અપેક્ષા રહે છે. તેથી એને ઈદિય અને મનની બાહ્ય મદદ જોઈએ. બધી ઇદ્રિ અને મનને સ્વભાવ એકસરખો નથી. તેથી એમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવની ક્રમ પણ એકસરખે હેત નથી. એ ક્રમ બે પ્રકાર છે: સંક્રમ અને પહુકમ.
મદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણેબિયનો સગ - નર- થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. પ્રારંભમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે એથી “આ કઈક છે' એ સામાન્ય બોધ પણ થતો
? આના ખુલાસા માટે જુઓ અધ્યાય ૨, સૂ. ૧૭,