________________
અધ્યાય ૧-સૂત્ર ૧ કે, જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગદર્શન આદિ બને સાધન અવશ્ય હોય છે.
પ્રહ–જે આત્મિક ગુણને વિકાસ એ જ મેક્ષ છે અને સમ્યગદર્શને આદિ એનાં સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણને વિકાસ જ છે, તે પછી મેક્ષ અને એના સાધનમાં શું તફાવત છે?
ઉ–કાંઈ પણ નહિ.
પ્ર–જે તફાવત નથી, તે મેક્ષ સાધ્ય અને સમ્ય દર્શન આદિ રત્નત્રય એનું સાધન એ સાધ્યસાધન ભાવ કેવી રીતે સમજવો? કારણ કે સાધ્ય સાધનસંબંધ ભિન્ન વસ્તુઓમાં દેખાય છે.
ઉ–સાધક અવસ્થાની અપેક્ષાએ મેક્ષ અને રત્નત્રયને સાધ્યસાધનભાવ કહ્યો છે, સિદ્ધ અવસ્થાની અપેક્ષાએ નહિ. કેમ કે સાધકનું સાધ્ય પરિપૂર્ણ રત્નત્રયરૂપ મેક્ષ હોવા છતાં પણ એની પ્રાપ્તિ એને રત્નત્રયના ક્રમિક વિકાસથી જ થાય છે. આ શાસ્ત્ર સાધકને માટે છે, સિદ્ધને માટે નથી. આથી આમાં સાધકને માટે ઉપગી એવા સાધ્યસાધનના ભેદનું જ કથન છે. - પ્ર–સંસારમાં તે ધન સ્ત્રી આદિ સાધનથી સુખપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તો પછી એને છોડીને મેક્ષના પરાક્ષ સુખ માટે ઉપદેશ શા માટે કરવામાં આવે છે ?
ઉ–ાક્ષને ઉપદેશ એટલા માટે છે કે એમાં સાચું સુખ મળે છે. સંસારમાં સુખ મળે છે પણ સાચું સુખ નહિ, સુખાભાસ મળે છે..
છે