________________
મંત્ર એક રહસ્યમય વસ્તુ
૨૭ ઈચ્છા દેખાડી. સ્વામીજીએ તેમાં સંમતિ આપી. એ દૂધને જમાવવામાં આવ્યું તે સુંદર દહીં થયું. તેનું મન કરવામાં આવ્યું છે તેમાંથી ઘણું માખણ નીકળ્યું અને તેને તાવી જોતાં ઘીને વાડકો ભરાય. આવું ઘી આ બનાવટના જમાનામાં જોવા પણ ન મળે ! .
. એક રવિવારે સવારે સહુએ એકઠા થઈ, સ્વામીજીને પ્રાર્થના કરી કે આજે તે સૂર્ય ભગવાનની સ્તુતિ કરીને કંઈક ચમત્કાર બતાવે. એ વખતે ત્રાંબાની એક ચમચી
હાથમાં મૂકવામાં આવી. સ્વામીજીએ તેને કેળના પત્તાથી - વીંટાળી લીધી. પછી સૂર્ય સામે ઊભા રહી સ્તુતિ કરવા
લાગ્યા–મંત્રમય જ તો! થોડીવારે સ્તુતિ બંધ થઈ, કેળનું પત્ત કાઢી નાખવામાં આવ્યું, ત્યાં પેલી ચમચી સેનાની જોવામાં આવી. પરીક્ષા કરનારાઓ ત્યાં ઊભા જ હતા. તેમણે પરીક્ષા કરી તો એ સે ટચનું સેનું હતું. એ ચમચી તેમના સ્મરણ માટે ત્યાં રાખી લેવામાં આવી.
છેલ્લા દિવસે સ્વામીજીએ કહ્યું: “તમે બધા શિક્ષિત છે, ઘણું ભણેલા છો અને વિજ્ઞાનનો અભ્યાસ કરી ચૂક્યા છે, તે એટલું જણાવે કે ઈંટની સાકર શી રીતે બની? પાણીનું દૂધ શી રીતે થયું ? ત્રાંબું સુવર્ણમાં કેવી રીતે પલ્ટાઈ ગયું? એ તો તમે જાણો છો કે તેના પર કઈ રાસાયણિક ક્રિયા કરવામાં આવી ન હતી. ' '
પરંતુ તેને ઉત્તર ન હતાસ્વામીજીએ કહ્યું “બંધુઓ!