________________
-
જપ-રહસ્ય ટુકડા નીકળ્યા. તેને બધાને પ્રસાદ અપાવે. પછી તે આશ્ચર્યનું કહેવું જ શું?
. પરંતુ બુદ્ધિશાળી માણસે એમ સહેલાઈથી માની જાય એવા નહિ. બીજા દિવસે સાંજે પણ તેઓ પ્રાર્થનામાં આવ્યા અને સ્વામીજીએ પિતાના નિત્યક્રમ મુજબ ઈટ તથા પત્થરના ટૂકડા મૂક્યા કે એકે કહ્યું: “સ્વામીજી ! આજે તે અમે અમારી સાથે સરકારી માકવાળી ઈંટ લેતા આવ્યા છીએ, તેને કૃપા કરીને અહીં મૂકે. આજે તે તેની સાકર ખાવાની ઈચ્છા છે.
સ્વામીજી સમજી ગયા કે તેમને મારા આ નિત્યક્રમમાં બનતી ઘટના અંગે કંઈક શંકા છે, પણ તેઓ જાદુગરોની જેમ કેઈ હાથચાલાકી કરનારા ન હતા કે લોકોને છેતરવા માટે બીજું પાખંડ કરનારા ન હતા. તેઓ ખરેખર સંત હતા અને મંત્રબળે જ આ ઘટના બનતી હતી. તે ઈંટ ત્યાં મૂકાઈ, ઉપર વસ્ત્ર ઢંકાયું, પ્રાર્થના થઈ અને તેની પૂર્ણાહુતિ બાદ વસ્ત્ર ખેલ્યું તે આખી ઈંટ સાકરની બની ગયેલી હતી. આગતકોમાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. આમ છતાં કેટલાકનું કુતૂહલ ન શમ્યું, એટલે બીજા દિવસે નળમાંથી પાણી ભરેલી ડાલ ત્યાં મૂકવામાં આવી, તેને વસ્ત્ર ઢંકાયું અને પ્રાર્થનાના અંતે તેને ઉપાડી લેતા પેલી ડેલ તાજ દૂધથી ભરેલી જણાઈ.
આ ઈંદ્રજાલ તો નથી ! એકે સવાલ કર્યો અને તેમાંથી થોડું દૂધ ઘરે લઈ જઈ તેની અજમાયશ કરવાની