________________
[૧૧]
શબ્દની અદ્દભુત શક્તિ
શબ્દ, દવનિ, અવાજ વગેરે એકથી શબ્દ છે. અંગ્રેજીમાં તેને માટે “સાઉન્ડ” (Sound) શબ્દ વપરાય છે.
' શબ્દમાં અદ્ભુત–અપાર શક્તિ રહેલી છે, એ વાત આપણે ત્યાં ઘણા પ્રાચીન કાલથી જાણીતી હતી, તેથી જ શબ્દબ્રહ્મ જે શબ્દ અસ્તિત્વમાં આવેલ છે. જે
મનુષ્ય બલવાના કે ગાવાના પ્રયત્નમાંથી શબ્દ ઉત્પન્ન કરે છે, તે ઘડીવારમાં હજારો ગાઉ દૂર પહોંચી જાય છે. રેડિચેની સ્વીચ ફેરવીએ કે હજાર માઈલ દૂર ગવાતાં ગીત સંભળાવા લાગે છે, એ શું બતાવે છે? તેની આ ગતિ ઈથર નામના એક સર્વવ્યાપી અદશ્ય પદાર્થ દ્વારા થાય છે.
. : * બે જડ પદાર્થો અથડાય તેમાંથી પણ અમુક પ્રકારનો શબ્દ ઉત્પન્ન થાય છે અને તે પણ થોડીવારમાં ઘણે દૂર ફેલાઈ જાય છે. આપણે જે મેઘગર્જના સાંભળીએ છીએ,