________________
જપ–રહસ્ય
આ જગતમાં મુક્તિની ઈચ્છાવાળા કેટલા? એમાં યે આજે જ્યારે જડવાદની આંધી જામી છે અને દરેક વસ્તુનું મૂલ્યાંકન વર્તમાન સુખની અપેક્ષાએ થઈ રહ્યું છે, ત્યારે તે મુક્તિની ઈચ્છાવાળા આંગળીના ટેરવે ગણાય, એટલા પણ ભાગ્યે મળવાના. મોટા ભાગના લેક ભક્તિની ઈચ્છાવાળા જ હોય છે અને “ભગવ્યું તેટલું આપણું” એમ માની ભેગમાં મસ્ત રહે છે. તેઓ વિપુલ ભેગેની ઈચ્છા રાખે, એ સ્વાભાવિક છે. દેવતાને નિત્ય-નિયમિત મંત્રજપ તેમની એ ઈચ્છા પૂરી કરે છે.
જે થોડા સમજુ – સંસ્કારી– ધર્મપરાયણ – અધ્યાત્મપ્રેમી જન શાશ્વત મુક્તિની અભિલાષા રાખે છે, તેઓ દેવતાના નિત્યનિયમિત જપથી મુક્તિ મેળવી શકે છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “આ કાલમાં દેવતા પ્રસન્ન થાય છે ખરા? અને પ્રસન્ન થતા હોય તે દર્શન આપે છે ખરા?” તેનો ઉત્તર અમે હકારમાં આપીએ છીએ. શ્રી રામકૃષ્ણ પરમહંસને કાલીમાતાએ પ્રસન્ન થઈને અનેક વાર દર્શન આપ્યાં હતાં. ગુજરાતના સુપ્રસિદ્ધ દેવીભક્ત શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીને પણ દેવીને સાક્ષાત્કાર થયે હતો. અતસિદ્ધિના કર્તા સ્વામી મધુસૂદન સરસ્વતીને શ્રી કૃષ્ણના મંત્રજપથી શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થયાં હતાં. પંચદશીના કર્તા સ્વામી વિદ્યારણ્યને ગાયત્રી મંત્રના જપ દ્વારા ગાયત્રીનાં દર્શન થયાં હતાં. તે રીતે શ્રી વીરવિજયજી નામના જૈન મહાત્માને શ્રી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને અનેક વાર દર્શન દીધાં હતાં અને તેઓ સંગીતમય પૂજા