________________
પ્રશ્નોત્તરી
૩૬૭ છે, આમ છતાં શ્રી પતંજલિ મુનિએ યોગદર્શનમાં ધ્યાનસિદ્ધિ અંગે જે પદ્ધતિ બતાવી છે, તે શ્રેષ્ઠ મનાઈ છે. આ પ્રશ્ન—આ પદ્ધતિને કંઈ ખ્યાલ આપશે?
ઉત્તર-આ પદ્ધતિ એમ માને છે કે સાધકે સહુથી આ પ્રથમ યમનિયમથી યુકત થવું જોઈએ, જેથી તેના મનનું
બાહ્ય પરિભ્રમણ ઘણું ઓછું થઈ જાય અને રાગ-દ્વેષની માત્રામાં ધરખમ ઘટાડે થાય. ત્યારબાદ તેણે આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. તેમાં સારી એવી પ્રગતિ થયા પછી પ્રત્યાહારને અભ્યાસ કરવો જોઈએ. પ્રત્યાહાર એટલે ઈન્દ્રિયના વિષયમાંથી મનને ખેંચી લેવાની ક્રિયા. તે પછી સ્થૂલ અથવા ચૈતન્યમય પદાર્થો પર ધારણા કરવી જોઈએ, એટલે કે એક જ વસ્તુ પ્રત્યે મનની વૃત્તિઓને પ્રવાહ વહેવા દેવો જોઈએ. ધારણું સિદ્ધ થયા પછી ચિત્તની એકાગ્રતારૂપ ધ્યાન તરત સિદ્ધ થાય છે.
પ્રશ્ન-ધ્યાનાભ્યાસ માટે આ રસ્તે લાંબા નથી ?
ઉત્તર-આ રસ્તે લાંબા ભલે લાગે, પણ તે સાચો છે અને સાધકને ધ્યાનસિદ્ધિ સુધી અવશ્ય પહોંચાડનાર છે.
પ્રશ્ન-ધ્યાનાભ્યાસથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે?
ઉત્તર–જરૂર. ધ્યાનાભ્યાસથી અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પણ સાધકેએ તેમાં અટવાઈ જવું નહિ એવો ગિવિશારદને આદેશ છે. સાધકે તે ઈશ્વરના સાક્ષા