________________
૩૫૮
ધ્યાન-રહસ્ય. વિષ્ણુના શ્વેત દૂતએ કહ્યું: “તમે એટલું પણ નથી જાણતા કે વેદેથી ઉપર પણ કંઇ છે? આ અજામિલે. હમણું નારાયણનું નામ લીધું છે. આ નામ સઘળાં પાપોને. બાળી નાખનારું છે, તેથી અહીંથી ચાલ્યા જવું.” .
આથી યમના દૂતે ચાલ્યા ગયા. અજામિલે એમના. દત અને વિષ્ણુના દૂતે વચ્ચે સંવાદ સાંભળ્યું હતું, એટલે તેણે પોતાના પાપી જીવનને પસ્તાવો કર્યો અને ઘર છોડી હરિદ્વાર જઈ વિષ્ણુનું નામ સ્મરણ કરવામાં શેષ જીવન વિતાવ્યું. છેવટે તેને વૈકુંઠમાં વાસ થયો.
તાત્પર્ય કે શ્રદ્ધા વિના માત્ર અકસ્માતથી અજામિલના મુખમાંથી ભગવાનનું નામ બોલાઈ ગયું હતું, છતાં તેને લાભ થશે. પછીથી તેણે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ. કર્યું તેથી વૈકુંઠવાસી બની શક્યો.
અનુભવ એમ કહે છે કે કોઈ મનુષ્ય પ્રથમ શ્રદ્ધા વિના ભગવાનનું નામ સ્મરણ કરવા માગે છે, તેને પણ અમુક લાભ થાય છે અને એમ કરતાં તે શ્રદ્ધાવાન બને છે, એટલે તેને વિશેષ લાભ થાય છે.
પ્રશ્ન–ભગવાનનું કેઈ પણ સ્વરૂપ આપણા મનમાં અંકિત થયું ન હોય તે ભગવાનનું નામસ્મરણ કેવી રીતે થાય ?
- ઉત્તર–ભગવાનનું કેઈપણ સ્વરૂપ મનમાં અંકિત. ભલે થયું ન હોય, પણ ભગવાનનું નામસ્મરણ કલ્યાણકારી. છે, એવી શ્રદ્ધા રાખીને તે કરી શકાય છે. જે ભગવાનના