________________
૩પ૦
ધ્યાન-રહસ્ય એટલે સૌન્દર્યને સ્વામી છે, તે ભગવાન; જે સમગ્ર ધર્મને સ્વામી છે, તે ભગવાન; જે સમગ્ર પ્રયત્નને સ્વામી છે, તે ભગવાન; જે અત્યંત તેજવાળે છે, તે ભગવાન; અને જે અપૂર્વ માહાસ્ય કે મહિમાવાળે છે, તે ભગવાન.
પ્રશ્ન- વિષ્ણુ અને પ્રભુને અર્થ છે?
ઉત્તર- જે સર્વત્ર વ્યાપી રહેલે છે તે વિભુ અને જે સહુને સ્વામી, ધણી કે માલીક છે, તે પ્રભુ.
પ્રશ્ન- ઈશ્વરનાં અનેક નામે શા માટે? માત્ર તેને ઈશ્વર તરીકે ઓળખીએ તો ન ચાલે?
ઉત્તર- ઈશ્વરમાં અનેક ગુણો રહેલા છે. આ ગુણો વ્યક્ત કરવા માટે તેને જુદાં જુદાં નામે અપાયેલાં છે. જુદી જુદી રુચિવાળા અને જુદી જુદી ભૂમિકાઓ પર રહેલા લોકો તેમાંથી પિતાની પસંદગીનું નામ ગ્રહણ કરે છે અને તેને યાદ કરે છે–સમરે છે. તેથી નામની એ વિવિધતા રહેવાની જ. બધાએ માત્ર ઈશ્વર શબ્દનો ઉપગ કરે, એ કઈ નિયમ કે કાયદો ઘડી શકાય નહિં, છતાં કઈ ઘડે તે તેનું પાલન થાય નહિ. લોકે પિતાની રુચિ અનુસાર જ વર્તે છે. ..
પ્રશ્ન- કેટલાક સાધુ મહાત્માઓને ભગવાન તરીકે સંધવામાં આવે છે, તેનું કેમ?
ઉત્તર- સાધુ મહાત્માઓ ભગવાનના અંશરૂપ ગણાય છે તથા તેઓ અત્યંત મહિમાશાળી હોય છે, તેથી તેમને ભગવાન તરીકે સંબોધવામાં આવે છે. '