________________
. .
જપ-રહસ્ય.
કે આ તે સહુના કલ્યાણનું કારણ છે, એટલે તેણે વિશેષ પૂછપરછ કરી નહિ.
કેટલાક સમય પછી એ ગૃહપતિને સ્વપ્નમાં એક મહાત્માજીનાં દર્શન થયાં. તેમણે પ્રસાદ આપીને કહ્યું કે,
પરમ દિવસે તમને લઈ જઈશું. સાવધાન રહેજે.” આથી. ગૃહપતિ સમજી ગયો કે પરમ દિવસે રાત્રે મારો અંત સમય છે. તેની પત્ની બાજુમાં સૂતી હતી, તેને ઉઠાડી સ્વપ્નની વાત કહી અને પિતે વિદાયની તૈયારી કરવા માંડી.. તેમને જે દાન-પુણ્ય કરવું હતું તથા સગાસંબધીઓ. સાથે જે વાત કરવી હતી, તે કરી લીધી અને પછી શુદ્ધ. જળથી સ્નાન કરી; સ્વચ્છ વસ્ત્ર પહેરી, હાથમાં માળા. લઈને બેઠા. પિતાના બધા કુટુંબીજનોને પણ આ રીતે તૈયાર કરી પાસે બેસાડ્યા અને તેમને મોટેથી રામ-રામ જપવાનું કહ્યું. આ વખતે સ્ત્રીએ કહ્યું : “મને મૂકીને કેમ જાએ છે?” ગૃહપતિએ કહ્યું : “એક વર્ષ પછી તું પણ આવીશ.” તેમના નાના ભાઈ એ પણ આવા જે પ્રશ્ન કર્યો, તેને ગૃહપતિએ કહ્યું *તારી ભાભી પછી એક વર્ષે તારે વારે છે.”
પછી રામનામ જપ કરતાં તેમને પ્રાણ ચાલ્યા ગયે. તેમની સ્ત્રી તથા ભાઈએ તેમના કહ્યા પ્રમાણે જ આ સંસારમાંથી વિદાય લીધી.
આ પરથી સમજી શકાશે કે પક્રિયા મનુષ્યને અંતસમય સુધારે છે અને તેને દિવ્ય દષ્ટિ જેવી સિદ્ધિ. પણ આપે છે. પક્રિયાથી જે અનેક પ્રકારના લાભે થાય છે, તેનો ખ્યાલ હવે પછીનાં પૃષ્ઠોનું અવલોકન કરતાં આવી જશે..