________________
૩૧૪
દયાન-રહસ્ય
દ્વારિકા નગરીનું દહન એક ઋષિ કે તાપસના શાપને આભારી હતું. વળી આ ઋષિ-મુનિઓએ એવી શક્તિ મેળવી હતી કે તેઓ ભૂતકાળ, વર્તમાનકાલ તથા ભવિષ્યકાલની બધી વાતો. જાણી શકતા અને પિતાના સ્થાને બેઠાં હજારે ગાઉ દૂર બની. રહેલા બનાવે કે થઈ રહેલી વાતોનું જ્ઞાન મેળવી શકતા.
આજે પણ એવી વ્યક્તિઓ વિદ્યમાન છે કે જે હજાર માઈલ દૂર બની રહેલી ઘટનાઓને જોઈ શકે છે અને હજારો માઈલ દૂર થતી વાતોને સાંભળી શકે છે. પૂનાવાસી બાપુસાહેબ મટકરે આ વસ્તુની અનેકવાર પ્રતીતિ. કરાવી છે. વિદેશમાં પણ એવી શક્તિ ધરાવનારના કેટલાક દાખલાઓ નોંધાયેલા છે. સંશોધનના પરિણામે એમ જણાયું છે કે તેમને આવી શક્તિ ધ્યાનના બળે પ્રાપ્ત થઈ હતી
આપણા ઋષિમુનિઓના કથન અનુસાર આપણા દેશના બે આંગળ ઉપરના ભાગમાં તથા લિંગમૂળથી બે આંગળ, નીચેના ભાગમાં લગભગ ચાર આંગળના વિસ્તારવાળું મૂલા-- ધારપદ્મ વિદ્યમાન છે. ત્યાં સ્વયંભૂ લિંગને સાડા ત્રણ આંટા. લગાવીને કુંડલિની રહેલી છે. તેને કુલકુંડલિની કે કુંડલિની શક્તિ પણ કહે છે. જે આ કુંડલિની શક્તિને જાગૃત કરી. શકીએ તે તેમાંથી શક્તિને અખૂટ પ્રવાહ વહેવા લાગે છે અને આપણે કૃતકૃત્ય બનીએ છીએ. એ કુંડલિની. શક્તિ જાગૃત કરવા અંગે વિશિષ્ટ વિધિ-વિધાન છે, પણ તેમાં મુખ્યતા ધ્યાનની છે. તાત્પર્ય કે ધ્યાન એ શક્તિના. અખૂટ ભંડારની ચાવી છે.