________________
ધ્યાનનો અપૂર્વ મહિમા
૩૧૩ " તીર્થકરે, તથાગત વગેરે જીવ્યા હતા અને તેમના પગલે ચાલનારા બીજા અનેક મહાન પુરુષો પણ જીવ્યા હતા, એટલે આવું જીવન શક્ય છે અને તે સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, પ્રાર્થના, તપ, જપ તથા ધ્યાનને આશ્રય લેવાથી પ્રાપ્ત થઈ શકે છે. આ બધા સાધનોમાં ધ્યાનની મુખ્યતા છે. અન્ય શબ્દોમાં કહીએ તે સત્સંગ, સ્વાધ્યાય, પ્રાર્થના, પૂજા, તપ અને જપ ચાલુ હોય, પણ ધ્યાનનો ગ્ય આશ્રય લેવામાં ન આવે ત્યાં સુધી દિવ્ય જીવનનાં દ્વાર ખૂલતાં નથી, તેથી જ ધ્યાનને દિવ્ય જીવનને દરવાજે સમજવાનો છે. : '' શક્તિના અખૂટ ભંડારની ચાવી " આપણે એટલું જાણીએ છીએ કે આપણી પાસે વિશેષ–વધારે-ઘણું વધારે શક્તિ હોય તે આપણે ઘણું કરી શકીએ અને એ રીતે લાભ તથા યશના ભાગીદાર બની શકીએ, એટલે વિશેષ–વધારે-ઘણી વધારે શક્તિ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે એ પ્રયત્ન મુખ્યત્વે બહારથી શક્તિ મેળવવાનો હોય છે, જ્યારે એ શક્તિને ભંડાર તે આપણી પોતાની અંદર જ રહેલો છે અને તે ધ્યાનના બળે પ્રકટ થાય છે.
આપણું કષિ-મુનિઓએ ધ્યાનના બળે એવી શક્તિ મેળવી હતી કે તેઓ કઈ પર અનુગ્રહ એટલે કૃપા કરે - તે તેનું કલ્યાણ થઈ જાય, તેને બેડે પાર થઈ જાય
અને કેઈ ને શાપ આપે છે તે પાયમાલ થઈ જાય.