________________
ધ્યાન-રહસ્ય
એક વાર કેઈએ એક નગ્ન જેવા જણાતા મનુષ્યને પૂછયું કે “તારી આ લંગોટી ચિંથરેહાલ કેમ થઈ ગઈ છે?
પેલાએ કહ્યું : “એ લંગોટી નથી, પણ માછલાં પકડવાની જાળ છે.
તે શું તું માછલાં પકડવાનું કામ કરે છે?” પ્રશ્નકારે ફરી પ્રશ્ન કર્યો.
પિલાએ કહ્યું: “એકલા માંસાહારમાં મજા આવતી. નથી, એટલે તેની સાથે મસ્યભક્ષણ કરવા માટે માછલાં. પકડું છું.”
આથી પ્રશ્નકાર વિરમય પામ્યા અને તેણે ફરી પ્રશ્ન. કર્યો કે “શું તું માંસાહાર પણ કરે છે?”
પેલાએ કહ્યું : “મારા બધા ચારમિત્રો માંસાહાર કરે છે, તેથી હું પણ માંસાહાર કરું છું.' :
આથી પ્રશ્નકાર વધારે વિસ્મય પામ્ય અને એક વધુ. પ્રશ્ન કર્યોઃ “એટલે તું ચેરી પણ કરે છે, એમ ને?”
પેલાએ કહ્યું: “શું કરું? જુગાર રમતાં હારી જવાથી ચોરી કરીને પૈસા લાવું છું અને તે લેણદારોને ચૂકવી દઉં છું.”
પેલા મનુષ્યના ઉત્તરો એવા હતા કે કેઈને પણ. આશ્ચર્ય થયા વિના રહે નહિ. એ પ્રશ્નોત્તરી આગળ ચાલી.
ત્યારે તે તું જુગારી પણ છે? જુગારનો નાદ તને. ક્યાંથી લાગે ?”