________________
ઉપક્સ
- ૩૦૩ તેનું શુદ્ધ સ્વરૂપ પકડે છે અને છેવટે ફેલવતી થાય છે. તાત્પર્ય કે ધ્યાનની સહાય વિના સિદ્ધિ થતી નથી. - હવે જપની સહાય વિના ધ્યાનસિદ્ધિ થતી નથી, એ " એ વિધાનને મર્મ સમજી લઈએ. ચિત્તવૃત્તિઓનું સંપૂર્ણ
એકાગ્ર થવું એ ધ્યાનસિદ્ધિ છે. તે માટે અનેક ઉપાયે કામે લગાડવા પડે છે કે જેનું વર્ણન ચિગશાસ્ત્રમાં વિસ્તારથી કરેલું છે. તેમને એક ઉપાય સ્વાધ્યાય એટલે મંત્રજપ છે. મનને મંત્રજપમાં જોડતાં તેનું ભ્રમણ ઓછું થાય છે, ઘટી જાય છે અને તે ધારાબદ્ધ બને છે, એટલે તેનામાં ધારણા કરવાની ચેગ્યતા આવે છે. આ ધારણ સિદ્ધ થતાં ધ્યાન બરાબર થવા લાગે છે અને તે જ ધ્યાનસિદ્ધિ છે.
ગીઓ પ્રણવ એટલે શ્કારમંત્રને વારંવાર જપ ક્યો કરે છે, તે એમ બતાવે છે કે જપની સહાય વિના ધ્યાનસિદ્ધિ થતી નથી.
જપ અને ધ્યાન માનવજીવનને ઉત્કર્ષ સાધવા માટે સુંદર–સચોટ સાધન છે, છતાં આપણા જીવનમાં ખાસ સ્થાન પામી શક્યા નથી, એ કેટલું શેચનીય છે? તેમાં જપ તે હજીયે કંઈક સ્થાન પામી શકે છે, પણ ધ્યાનના નામે ધબડકે છે. જેઓ સંસારનો ત્યાગ કરી સાધુ બન્યા છે અને મેક્ષ મેળવવા કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા મથી રહ્યા છે, તેમની સ્થિતિ પણ લગભગ આવી જ છે. આનો અર્થ તો એ થયો કે અધ્યાત્મની વાત કરવા છતાં આપણી દષ્ટિ અધ્યાત્મ ભણી આધ્યાત્મિક વિકાસ ભણી