________________
પ્રાસ્તાવિક
હાલ અમારું શરીર સીત્તેરની સમીપે પહોંચવા આવ્યું છે અને એક આંખ બરાબર કામ આપતી નથી, છતાં આ ગ્રંથની ઉપગિતા વિચારીને તેના નિર્માણકાર્યમાં રાત્રિદિવસે તલીન રહ્યા છીએ. તેમાં અમને થાક લાગ્યો નથી કે કંટાળો આવ્યો નથી. વધારે સ્પષ્ટ કહીએ તે તેમાં આનંદનો જ અનુભવ કર્યો છે. જે કાર્યમાં રસ હોય, તેમાં આવું જ બને છે.
પાઠકે આ ગ્રંથ શાંતિથી વાંચે-વિચારે અને જપ- સાધક બની પિતાનું જીવન સફલ કરે, એ જ અભ્યર્થના.