________________
' : જપ-રહસ્ય જેપ કરતાં થાક લાગે ત્યારે ધ્યાન ધરી શકાય છે, વાધ્યાય કરી શકાય છે. મંજરા કે કરતાલના તાપૂર્વક ત–ભજન-કીર્તન કરી શકાય છે, અથવા તે ડું ચંક્રમણ કરીને તાજગી મેળવી શકાય છે. * આ પ્રકારનું અનુષ્ઠાન કરતાં– (૧) પાપમય જીવનને પરિહાર થાય છે.
પવિત્ર જીવન ગાળી શકાય છે. (૩) આત્મનિરીક્ષણ કરી ચારિત્ર સુધારી શકાય છે.
) નિર્ભયતા કેળવાય છે. (૫) આત્મવિશ્વાસ વધે છે. (૬) શરીર અને મનનું જાડચ ઓછું છતાં શારીરિક
તથા માનસિક હુતિ અનુભવી શકાય છે. (૭) ચેતનાશક્તિ જાગૃત થાય છે. (૮) આત્મા તથા પરમાત્માના અસ્તિત્વનું ભાન થાય છે. (૯) ભાવના અનુસાર અનેક પ્રકારનાં દશ્યો દેખાય છે.
(૧૦) કેટલાક આગળ વધેલા જપસાધકેને ઈષ્ટદેવને. સાક્ષાત્કાર પણ થાય છે.
આવું અનુષ્ઠાન ક્યા પછી સાધકને પાપમય જીવનની ઘણું થાય છે અને પવિત્ર જીવન ગાળવાને ઉત્સાહ પ્રકટે છે. તે એને સહુથી મોટો લાભ છે. પવિત્ર જીવન પરાકાષ્ઠાએ. પહોંચે એ જ નરમાંથી નારાયણ બનવાની સ્થિતિ છે.