________________
ર૭૫
જપનું આધ્યાત્મિક અનુષ્ઠાન ખાસ સ્થાને બનાવી લે છે. ખાસ કરીને માટે જમીનમાં ઊંડાં ભેંયરાં બનાવે છે. અમદાવાદ-સાબરમતીના કિનારે એક બંગાલી સાધક ૪૦ ફુટ ઊંડું જોયરૂં બનાવીને તેમાં જપસાધના કરી રહેલ છે. - એકાંતમાં સ્થાન જમાવ્યા પછી ઈષ્ટમંત્રનો જપ શરૂ કરવામાં આવે છે. આ જપની સંખ્યા ગણવાની જરૂર નથી, એટલે તેમાં પ્રાચઃ અક્ષમાલા કે કરમાલાને ઉપયોગ થત નથી. એ તે જ ચાલે, એટલે ચાલ્યું. કલાકોના કલાકે સુધી તેની ધારા વહેતી રહે છે અને જ્યારે મન શાંત થાય કે શરીરને આરામની જરૂર પડે ત્યારે જ તેને બંધ કરવામાં આવે છે. '
આ અનુષ્ઠાનમાં ભેજન એક કે બે વાર પણ અલ્પ લેવાનું હોય છે અને નિદ્રા પણ ઓછી કરવાની હોય છે. અનુભવ તે એમ કહે છે કે જપના સાતત્ય વડે અંતરચેતના જાગૃત થવા લાગે, એટલે નિંદ્રાનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે.
આવા પ્રસંગે મંત્રદેવતા તથા ગુરુની છબી સાથે રાખવી હોય તે રાખી શકાય છે અને સ્વાધ્યાય કરવા, ચિગ્ય ડાં પુસ્તકે રાખવાં હોય તે તે પણ રાખી શકાય છે. વળી મંજીરા કે કરતાલ જેવું સાધન રાખવું હોય તે તે પણ રાખી શકાય છે. તેમાં મંત્રદેવતા તથા ગુરુની છબી ઊંચા સ્થાને પધરાવવી જોઈએ અને તેની સામે આસન - માંડીને જપમાં બેસવું જોઈએ. '